Last Updated on by Sampurna Samachar
વડાલીના કેસરપુરામાં ગાંજાનું વાવેતર ઝડપાયું
પોલીસની તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના કુલ ૬૮ છોડ મળી આવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વડાલી પોલીસને બાતમી મળી હતી કે, કેસરપુરા ગામની સીમમાં ખેતીની આડમાં ગાંજાનું ગેરકાયદે વાવેતરકરવામાં આવ્યું છે.

બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ કરવામાં આવતા ખેતરમાં કપાસ કે અન્ય પાકની વચ્ચે ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
FSLની ટીમ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી
પોલીસની તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના કુલ ૬૮ છોડ મળી આવ્યા હતા. આ જથ્થાનું વજન કરતાતે ૪૦ કિલોથી વધુ હોવાનું સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ જપ્ત કરવામાં આવેલામુદ્દામાલની કિંમત ૨૦ લાખથી વધુ આંકવામાં આવી છે. આ નશીલા પદાર્થનો જથ્થો ફોરેન્સિક તપાસ માટે FSLની ટીમ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી.
છેલ્લા કેટલાય સમયથી આ ખેતરમાં ગાંજાનું વાવેતર કરીને તેને છૂપી રીતે વેચવાનું નેટવર્ક ચાલતું હોવાનીઆશંકા છે. માદક પદાર્થોના રવાડે ચડીને આજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે વડાલી પોલીસે આસફળ ઓપરેશન પાર પાડીને મોટા રેકેટ પર રોક લગાવી છે. આ વાવેતર પાછળ અન્ય કોઈ મોટા માથાઓનીસંડોવણી છે કે, કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.
આ મામલે પોલીસે ખેતરમાં હાજર મનજી રામજી ડુંડ નામના શખ્સની અટકાયત કરી છે. તેની સામે નાર્કોટિક્સએક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીઆ નશીલો પદાર્થ ક્યાં સપ્લાય કરવાનો હતો તે બાબતે પૂછપરછ શરૂ કરી છે.