Last Updated on by Sampurna Samachar
ગુજરાત–મહારાષ્ટ્રની વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન પરિપૂર્ણ
મહારાષ્ટ્રની બે મહત્ત્વની બેઠકો રાહુરી (૨૨૩) બેઠક પર ૫૦.૬૮% અને બારામતી (૨૦૧) બેઠક પર ૫૨.૪૪% જેટલું અંદાજિત મતદાન થયું છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતની એક અને મહારાષ્ટ્રની બે બેઠકો માટે આજે(૨૩મી એપ્રિલ) યોજાયેલી પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણથઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અગાઉના ધારાસભ્યના નિધનબાદ ખાલી પડેલી આ બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે. સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલુંમતદાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલ્યું હતું. ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીનામતદાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાતની ઉમરેઠ (૧૧૧) બેઠક પર ૫ વાગ્યા સુધીમાં ૫૪.૪૩% મતદાન નોંધાયું છે. બીજી તરફ, મહારાષ્ટ્રની બે મહત્ત્વની બેઠકો પર પણ મધ્યમ મતદાન જોવા મળ્યું છે, જેમાં રાહુરી (૨૨૩) બેઠકપર ૫૦.૬૮% અને બારામતી (૨૦૧) બેઠક પર ૫૨.૪૪% જેટલું અંદાજિત મતદાન થયું છે. ચૂંટણી પંચ દ્વારા જારીકરાયેલા આ આંકડાઓ પ્રાથમિક છે અને આખરી આંકડાઓમાં થોડો ફેરફાર થઈ શકે છે.
ઉમરેઠ બેઠક પર મતદારોમાં અનેરો ઉત્સાહ
ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા અત્યંત વેગવંતી બની છે. બપોરે ૧વાગ્યા બાદ મતદાનની ટકાવારીમાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલાતાજા આંકડા મુજબ, બપોરે ૩:૦૦ વાગ્યા સુધીમાં ઉમરેઠમાં કુલ ૪૬.૬૬% મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચદ્વારા જાહેર કરવામાં આવેલા બપોરે ૧:૦૦ વાગ્યા સુધીના ટ્રેન્ડ્સ મુજબ, ઉમરેઠ બેઠક પર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બપોરે ૧:૦૦ વાગ્યા સુધીના ૩૭.૧૪ % મતદાન થયું હતું. ચૂંટણી પંચના સવારના૧૧:૦૦ વાગ્યા સુધીના સત્તાવાર આંકડા મુજબ, ઉમરેઠ બેઠક પર નોંધપાત્ર મતદાન જોવા મળ્યું છે. સવારે૧૧:૦૦ વાગ્યા સુધીમાં ૨૫.૬૫ ટકા મતદાન થયું છે. જ્યારે ૯ વાગ્યા સુધીમાં ૧૦ ટકા મતદાન થયું હતું.
આ પેટા ચૂંટણીમાં કુલ ૨,૪૫,૦૦૦થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીનેયુવા મતદારોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે, જેમાં ૪,૧૭૪ યુવાઓ પ્રથમ વખત મતદાન કરીલોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા છે. આ ઉપરાંત ૧,૬૪૪ જેટલા વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરવાપહોંચ્યા હતા.
ઉમરેઠ બેઠક પર કુલ ૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારઅને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. બંને પક્ષોએ મતદારોને રીઝવવામાટે એડીચોટીનું જાેર લગાવ્યું હતું, ત્યારે હવે જનતા કોના પર કળશ ઢોળશે તે જાેવું રસપ્રદ રહેશે.
ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ૩૦૬ પોલિંગ સ્ટેશનો તૈયારકરવામાં આવ્યા છે. સુરક્ષાની દૃષ્ટિએ ૨ અને આશરે ૫૦૦ પોલીસ અને હોમગાર્ડના જવાનોતહેનાત કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઝ્રઇઁહ્લની ૩કંપનીઓ પણ સતત પેટ્રોલિંગ કરી રહી હતી. નોંધનીય છે કે, આજે મતદાન પૂર્ણ થયા બાદ આગામી ચોથી મેનારોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે સ્પષ્ટ થશે કે ઉમરેઠની જનતાએ કોને પોતાના નવાપ્રતિનિધિ તરીકે પસંદ કર્યા છે.