Last Updated on by Sampurna Samachar
ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ
આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારના એસેન્સ અને કલર ભેળવીને તેને આબેહૂબ ગાયના શુદ્ધ ઘી જેવું સ્વરૂપ આપવામાં આવતું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અમદાવાદમાં ગાયના શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારેદરોડા પાડીને અંદાજે ૪૦૦ કિલો નકલી ઘીનો જથ્થો પકડી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન અંદાજે ૧ લાખ૬૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ભેળસેળિયા તત્વો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યાહતા. આ નકલી ઘી બનાવવા માટે કોઈ પશુના દૂધનો નહીં, પરંતુ પામોલિન તેલ અને વેજિટેબલ ફેટનો ઉપયોગકરવામાં આવતો હતો. આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારના એસેન્સ અને કલર ભેળવીને તેને આબેહૂબ ગાયના શુદ્ધઘી જેવું સ્વરૂપ આપવામાં આવતું હતું, જેને બજારમાં ઊંચી કિંમતે વેચવામાં આવતું હતું.
આરોગ્ય વિભાગ અનેપોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જપ્ત કરાયેલા ઘીના નમૂનાલઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આગામી સમયમાં આ કૌભાંડમાં સંડોવાયેલાઅન્ય શખ્સો અને તે ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. તહેવારોનાસમયે કે સામાન્ય દિવસોમાં ઘી ખરીદતી વખતે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.