Last Updated on by Sampurna Samachar
રાજ્યની જનતા એ વડાપ્રધાન મોદીની અપીલને પ્રેમથી સ્વીકારી
મંત્રીઓ કાર પુલિંગ અને ઈલેક્ટ્રીક વાહનોમાં પહોંચ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈંધણ બચાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો અમલ કરવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે. જે કેબિનેટની બેઠક પહેલા જ મંત્રીઓ કાર પુલિંગ અને ઈલેક્ટ્રીક વાહનો લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતાં.

કેબિનેટની બેઠક પહેલા જ મંત્રીઓ કાર પુલિંગ અને ઈલેક્ટ્રીક વાહનો લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતાં. નાયબ મુખ્યમંત્રી પણ પોતાની કાર છોડીને મંત્રી કૌશિક વેકરિયાની કારમાં આવ્યા હતાં. જ્યારે અન્ય મંત્રીઓ પણ ઈલેક્ટ્રીક વાહનો લઈને આવ્યા હતાં. હવે સરકારી કર્મચારીઓને પણ કાર પુલિંગ અને ઓનલાઈન મીટિંગો માટે અમલ કરાશે.
મિટિંગ વર્ચ્યુઅલ માધ્યમથી કરવા સૂચના
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પરિવહન મજબૂત કરવા ૩૦૦ નવી બસ દોડતી કરાઇ. રાજ્યની જનતાના પરિવહન માટે નવી ST બસ દોડતી કરવામાં આવશે. કોઈપણ સમારોહ વિના ડાયરેક્ટ સેન્ટર ઉપર ST બસ દોડતી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે કટીબદ્ધ છે.
સરકારી કર્મચારીઓને ગાંધીનગર કોઈપણ બેઠકમાં નહીં બોલાવવામાં આવે. મિટિંગ પણ વર્ચ્યુઅલ માધ્યમથી કરવા વિભાગના વડાઓને સ્પષ્ટ સૂચના આપી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની જનતા એ વડાપ્રધાન મોદીની અપીલને પ્રેમથી સ્વીકારી છે.સરકારના અધિકારીઓને પણ કાર પુલિંગ માટે સૂચનાઓ આપી છે. અન્ય જિલ્લાના સરકારી કર્મચારીઓને ગાંધીનગર કોઈ પણ બેઠકમાં નહીં બોલાવવામાં આવે. મિટિંગ પણ વર્ચ્યુઅલ માધ્યમથી કરવા વિભાગના વડાઓને સ્પષ્ટ સૂચના આપી છે.