Last Updated on by Sampurna Samachar
હુમલો કરનારની પોલીસે કરી લીધી ધરપકડ
બંને લોકો ઇઝરાયલી રાજદ્વારી હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના વોશિંગટન ડીસીમાં બે ઇઝરાયલી નાગરિકોની હત્યાનો મામલો સામે આવ્યો હતો. મળતી માહિતી અનુસાર વોશિંગટન ડીસીમાં યહૂદી સંગ્રહાલયની બહાર ભીષણ ગોળીબારી થઈ હતી. પોલીસે હુમલો કરનારની ધરપકડ કરી છે. તેની ધરપકડ દરમિયાન ફિલિસ્તીનને લઈને નારા લગાવ્યા હતા.
જે આ મામલા પર ઇઝરાયલ દૂતાવાસની પ્રતિક્રિયા સામે આવી છે. તે પ્રમાણે ગોળીબારીમાં દૂતાવાસના બે અધિકારીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે વોશિંગટન ડીસીમાં ભીષણ ગોળીબારી થઈ છે. આ ઘટના રાત્રે આશરે ૯.૧૫ કલાકની છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી હતી. હુમલામાં એક મહિલા અને એક પુરૂષના મોતના સમાચાર છે. હુમલામાં માર્યા ગયેલા બંને લોકો ઇઝરાયલી રાજદ્વારી હતા.
ઇઝરાયલી દૂતાવાસના કર્મચારી ઈજાગ્રસ્ત
સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડૈની ડેનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યુ- ઘાતક ગોળીબારીમાં ઇઝરાયલી દૂતાવાસના કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે. ડેનને તેને યહૂદી વિરોધી આતંકવાદનું ધૃણિત કૃત્ય ગણાવ્યું છે. આ મામલામાં એટોર્ની જનરલ પામેલા બોંડીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર પોસ્ટ શેર કરતા દુખ વ્યક્ત કર્યું છે.
“વોશિંગ્ટનમાં કેપિટોલ યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓને નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી,” વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તા તાલ નઇમ કોહેને X પર લખ્યું. અમને સ્થાનિક અને સંઘીય સ્તરે કાયદા અમલીકરણ અધિકારીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇઝરાયલના પ્રતિનિધિઓ અને યહૂદી સમુદાયોનું રક્ષણ કરશે.”