Last Updated on by Sampurna Samachar
તળાવમાં ડૂબતાં બે બહેન–ભાઈનાં મોત, બચાવવા ગયેલી યુવતી પણ જાન ગુમાવી
ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી તળાવમાંથી ત્રણેયના મૃતદેહોને બહાર કાઢ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લાના વાવ–થરાદ તાલુકાના ડોડગામમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં એક જપરિવારના ત્રણ બાળકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બે બહેનોઅને તેમની ફોઈનો દીકરો તળાવમાં પાણી લેવા ગયા હતા, ત્યારે અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડાપાણીમાં તણાઈ ગયા હતા.આ દુર્ઘટનાના પગલે સમગ્ર ડોડગામ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.
બચાવ માટે પાણીમાં કૂદી પડી
ખાસ કરીને વાલ્મિકી સમાજમાં આ ઘટનાને લઈને ગાઢ દુ:ખ અને શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.મળતી માહિતી અનુસાર, મૂળ ગામડીના વતની અને હાલ ડોડગામમાં ભાગિયા તરીકે ખેતીકામ કરતા શિવાવાલ્મિકીની બે પુત્રીઓ હેતલ (ઉ.વ. ૧૮) અને ગુડી (ઉ.વ. ૧૩) તેમજ દિયોદરના વખવાડા ગામના વિપુલ વાલ્મિકી (ઉ.વ. ૧૨) તળાવે પાણી ભરવા ગયા હતા.
આ દરમિયાન અચાનક વિપુલનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ખાબક્યો હતો. પોતાના ભાઈને બચાવવા માટેગુડી તરત જ પાણીમાં ઉતરી ગઈ, પરંતુ તે પણ પાણીના પ્રવાહ સામે સંઘર્ષ કરતી ડૂબવા લાગી હતી. તેમજમોટી બહેન હેતલે બને બાઇ, બહેનને ડૂબતા જોઇ તે પણ બચાવ માટે પાણીમાં કૂદી પડી હતી.
પરંતુ કમનસીબે તળાવમાં પાણી વધુ ઊંડું હોવાને કારણે ત્રણેય એક પછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા અનેઘટનાસ્થળે જ તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ દુર્ઘટનાએ એક જ પરિવાર પર આફત તૂટી પડતા ગામમાંશોકની લાગણી વ્યાપી ગઈ છે.
તળાવ કિનારે હાજર માતાની નજર સામે જ સંતાનો ડૂબતા જોઈ તેમણે ચીસો પાડી દીધી હતી. માતાની ચીસોસાંભળતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો તરત જ દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તાત્કાલિક બચાવકામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ તળાવમાંથી ત્રણેયના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
જો કે, હેતલ ભાભરના બ્લોધન ગામે થયા હતા તેમને ૨ વર્ષની પુત્રી અને ૧.૫ વર્ષનો પુત્ર છે, જેઓએ નાનીઉંમરે જ માતાની છત્રછાયા ગુમાવી છે.
તેમજ શિવા વાલ્મિકી માટે તો આ ઘટના અસહ્ય સાબિત થઈ છે, કારણ કે તેમણે પોતાની બે યુવાન દીકરીઓઅને એક ભાણેજને એકસાથે ગુમાવ્યા છે. પરિવારમાં અચાનક આવેલા આ શોકથી સૌ કોઈ સ્તબ્ધ બની ગયાછે.