Last Updated on by Sampurna Samachar
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી તેમજ સાણંદમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દેશી દારુ ઝડપાયો છે. ઉદેપુર – અમદાવાદ ટ્રેનમાં ગાંધીનગર જીસ્ઝ્રની ટીમે તપાસ હાથ ધરતા દેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ૩ લોકોની ધરપકડ કરી છે.રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દેશી દારુ ઝડપાયો છે. ઉદેપુર – અમદાવાદ ટ્રેનમાં ગાંધીનગર જીસ્ઝ્રની ટીમે તપાસ હાથ ધરતા દેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ૩ લોકોની ધરપકડ કરી છે. તેમજ ૭ લોરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટ્રેનમાંથી ૭૭૦ લીટર દેશી દારુ સાથે ૨.૫૧ લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સાણંદમાંથી ઝડપાયો લાખો રુપિયાનો દારુ !બીજી તરફ આ અગાઉ અમદાવાદના સાણંદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડ્યા હતા. સાણંદના ભાટિયાવાસમાં ખુલ્લી જાહેર જગ્યા અને ઘરમાં દરોડા પાડ્યા હતા. મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ભૂપત ઠાકોરના મકાન અને ખુલ્લી જગ્યામાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. ૨.૫૦ લાખથી વધુ કિંમતની દારૂની ૬૪૪ બોટલો મળી આવી હતી. દારૂના જથ્થા, બાઈક સહિત ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ વેચનાર બે આરોપીઓની ધરપકડ કરી. મુખ્ય આરોપી ભૂપત ઠાકોર સહિત ત્રણ લોકોની શોધખોળ હાથ ધરી