Last Updated on by Sampurna Samachar
નાના બાળકો અને વૃદ્ધોમાં બીમારીઓ વધુ જોવા મળી
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સર્વે હાથ ધર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળો વકર્યો છે. ખાસ કરીને દૂષિત પાણી અને ખોરાકને કારણે થતા પાણીજન્ય રોગોમાં ચિંતાજનક વધારો થયો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે વિવિધ વિસ્તારોમાં સર્વે અને ટેસ્ટિંગની કામગીરી તેજ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર શહેરમાં ઝાડા-ઉલટીના ૭૫૮ કેસ, શરદી-ઉધરસના ૬૪૮ કેસ,સામાન્ય તાવના ૩૮૪ કેસ,કમળાના ૨ કેસ , ટાઈફોઈડનો ૧ કેસઆ આંકડાઓ દર્શાવે છે કે શહેરમાં મિશ્ર ઋતુ અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં આ બીમારીઓ વધુ જોવા મળી રહી છે.
ડોર-ટુ-ડોર સર્વેલન્સ હાથ ધરાયું
રોગચાળાના મુખ્ય કારણ એવા દૂષિત પાણીને ઓળખવા માટે મનપાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૨૩૧ ઘરોમાં ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પાણીમાં ક્લોરિનનું પ્રમાણ જળવાઈ રહે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે જલ વિતરણ કેન્દ્રો પર પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે. જે વિસ્તારોમાં કેસો વધુ છે ત્યાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવ્યું છે.