મન કી બાતમાં જુઓ વડાપ્રધાન મોદીએ શુ કહ્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

Made in India C-295 -૨૯૫ વિમાનનો ઉલ્લેખ કર્યો

વૈશ્વિક સિદ્ધિઓ અંગે મહત્વપૂર્ણ વાતો કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંથલી રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત‘ના ૧૩૫ મા એપિસોડમાં દેશની સુરક્ષા, આર્ત્મનિભરતા અને યોગ ક્ષેત્રમાં ભારતની વૈશ્વિક સિદ્ધિઓ અંગે અનેક મહત્વપૂર્ણ વાતો શેર કરી હતી.

તેમણે કહ્યું કે, છેલ્લા છ મહિનામાં ભારતે એવા અનેક કાર્યો કર્યા છે, જેના પર દરેક દેશવાસીને ગર્વ થવો જોઈએ. વડાપ્રધાન મોદીએ ખાસ કરીને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન, ભારતીય નૌકાદળની વધતી શક્તિ અને દેશમાં તૈયાર થઈ રહેલા Made in India C-295 -૨૯૫ વિમાનનો ઉલ્લેખ કર્યો હતો.

ભારતે કુલ ૧૧૪ પદકો જીત્યા

તેમણે કહ્યું કે, સમુદ્રથી લઈને આકાશ સુધી ભારતની સુરક્ષા સતત મજબૂત બની રહી છે અને તેમાં સ્વદેશી ટેકનોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વડાપ્રધાનનો આ સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આર્ત્મનિભર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં માત્ર સંરક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓનો જ ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ યોગ, રોજગાર અને સમાજસેવા જેવા વિષયો પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, જૂન મહિનામાં ભારતે એવા અનેક માઇલસ્ટોન હાંસલ કર્યા છે, જે દેશની ક્ષમતા અને આત્મવિશ્વાસને વિશ્વ સમક્ષ મજબૂતીથી રજૂ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળમાં સામેલ થયેલા નવા સ્વદેશી યુદ્ધજહાજો C-295  વિમાનની પ્રથમ ઉડાન, વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતના શાનદાર પ્રદર્શન અને મહારાષ્ટ્રના એક પરિવારની અનોખી સામાજિક પહેલનું ઉદાહરણ આપીને દેશવાસીઓને પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે, આવા પ્રયાસો વિકસિત ભારતનો મજબૂત પાયો તૈયાર કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “૨૦૨૬નું અડધું વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. આ છ મહિનામાં અમે મન કી બાતમાં દેશવાસીઓની અનેક સિદ્ધિઓ અંગે ચર્ચા કરી છે.  જૂન મહિનામાં પણ દેશે કેટલીક એવી સિદ્ધિઓ હાંસલ કરી છે, જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. આ સફળતાઓ દેશની સુરક્ષા અને આર્ત્મનિભરતા સાથે જાેડાયેલી છે.”

તેમણે તાજેતરમાં કોલકાતામાં યોજાયેલા ભારતીય નૌકાદળના કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, INS દૂનાગીરી, INS સંશોધક અને INS અગ્રયને નૌકાદળના બેડામાં સામેલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, આ યુદ્ધજહાજોની ડિઝાઇનથી લઈને નિર્માણ સુધી બધું જ સ્વદેશી છે. આ ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા અને આર્ત્મનિભર ભારત અભિયાનની મોટી સિદ્ધિ છે.

PM  મોદીએ સંરક્ષણ ક્ષેત્રમાં થયેલી વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જૂન મહિનામાં વિમાન ક્ષેત્રમાં પણ ભારતે નવી સફળતા મેળવી છે. તેમણે કહ્યું કે, “Made in India C-295 વિમાને પોતાની પ્રથમ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આવા ૪૦ વિમાનો ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. તેનાથી સ્જીસ્ઈ અને એરોસ્પેસ ક્ષેત્રને નવી શક્તિ મળી રહી છે અને રોજગારની તકો પણ વધી રહી છે.” વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ માત્ર એક વિમાન નથી, પરંતુ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા અને સંરક્ષણ ક્ષેત્રમાં આર્ત્મનિભરતાનું પ્રતિક છે.

યોગ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ વખતે વિશ્વભરના ૨,૫૦૦થી વધુ સ્થળોએ વિવિધ યોગ કાર્યક્રમો યોજાયા હતા. તેમણે કહ્યું, “આપણા દેશમાં કરોડો લોકોએ વિવિધ સ્થળોએ યોજાયેલા યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ મહિને અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપની પણ ખૂબ ચર્ચા થઈ હતી. તેમાં ભારતે કુલ ૧૧૪ પદકો જીત્યા, જેમાં ૧૦૨ સુવર્ણ પદકો સામેલ છે. ભારત આ ચેમ્પિયનશિપની મેડલ ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યું.” વડાપ્રધાને તેને ભારતની સાંસ્કૃતિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.

વડાપ્રધાને મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના બહાદુરપુરા ગામના પેઠકર પરિવારની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, પરિવારે લગ્ન પ્રસંગે ગામના લગભગ ૩,૫૦૦ લોકો માટે એક-એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો કરાવ્યો છે. મોદીએ કહ્યું કે, ખુશીઓ વહેંચવાનો આ માર્ગ સમાજ માટે પ્રેરણાદાયક છે અને જરૂરિયાતના સમયે અનેક પરિવારોને આર્થિક સહારો આપી શકે છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.