Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટ કરી આપી માહિતી
ટુ-વ્હિલરને FASTAG ખરીદવાની પણ કોઈ જરૂરિયાત ન હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં જ એવા અહેવાલ વહેતા થયા હતા કે, કેન્દ્ર સરકાર હાઇવે મુસાફરીને લગતા નીતિનિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોના ભાગરૂપે ૧૫ જુલાઈ, ૨૦૨૫ થી ટુ-વ્હિલર ચાલકોને પણ હાઈવે પર ટોલ-ફ્રીનો લાભ આપવાનું બંધ કરાશે એવી વાત હતી.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક ટ્વિટ કરીને આ વાતનું ખંડન કર્યું છે. આ પહેલા અહેવાલ હતા કે, ટુ વ્હિલર ચાલકો પાસેથી ટોલ ઉઘરાવવાનું સરકારનું પગલું તમામ નાના-મોટા વાહનોને FASTAG દ્વારા ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમના દાયરામાં લાવવાની નીતિનો એક ભાગ છે. હાલ દેશમાં તમામ હાઇવે પર ટુ-વ્હિલરને ટોલમાંથી મુક્તિ છે. તેનું કારણ એ હતું કે રસ્તાના ઘસારા પર આ વાહનોની અસર નહીવત છે. આ ઉપરાંત આ વાહનો પાસેથી ટોલ ઉઘરાવવાનો ખર્ચ પણ વધારે થાય એમ હતો. પરિણામે, ટુ-વ્હિલરને FASTAG ખરીદવાની પણ કોઈ જરૂરિયાત ન હતી.
આ અહેવાલોને ફગાવતા ખોટા સાબિત કર્યા
ઉલ્લેખનીય છે કે એવા દાવા કરાયા હતા કે કેન્દ્ર સરકાર હાઇવે મુસાફરીને લગતા નીતિનિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોના ભાગરૂપે ૧૫ જુલાઈ, ૨૦૨૫થી ટુ-વ્હિલર ચાલકોને પણ હાઈવે પર ટોલ-ફ્રીનો લાભ આપવાનું બંધ કરવામાં આવશે. જોકે, આ મુદ્દે સરકારે સત્તાવાર જાહેરાત નહોતી કરી. પછીથી કેન્દ્રીય પરિવહનમંત્રી ગડકરીએ આ અહેવાલોને ફગાવતા ખોટા સાબિત કર્યા હતા.