Last Updated on by Sampurna Samachar
મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરવા પહોંચ્યા
વડાપ્રધાન મોદીએ નક્કી કરેલા સમયપત્રક મુજબ ગર્ભગૃહમાં લગભગ ૩૦ મિનિટ સુધી પૂજા–અર્ચનાકરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરવા માટે પહોંચ્યા હતા. તેમણે નક્કીકરેલા સમયપત્રક મુજબ ગર્ભગૃહમાં લગભગ ૩૦ મિનિટ સુધી પૂજા–અર્ચના કરી હતી. આ દરમિયાનપંચ પુરોહિતોએ તેમને પૂજા કરાવી હતી. ગર્ભગૃહમાં કાશી વિશ્વનાથની પૂજા કરતા પીએમ મોદીની શાનદારતસવીરો પણ સામે આવી છે.

પૂજા કર્યા બાદ જ્યારે પીએમ મોદી બહાર આવ્યા ત્યારે ભાજપ નેતાઓએ તેમનેત્રિશૂળ અને ડમરૂ ભેટમાં આપ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ ત્રિશૂળ ઉપાડીને હવામાં લહેરાવ્યું હતું. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી બંગાળ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનની વચ્ચે વારાણસીપહોંચ્યા હતા.
પુજારીઓનો વિશેષ આભાર પણ વ્યક્ત કર્યો
પીએમ મોદી જ્યારે મંદિર પરિસરમાં પહોંચ્યા, ત્યારે મંદિરમાં વૈદિક મંત્રો ગૂંજી રહ્યા હતા. આદરમિયાન ઘણા પુજારીઓ લાઈનમાં ઉભા રહીને ડમરૂ વગાડી રહ્યા હતું. જ્યારે તેઓ મુખ્ય પ્રવેશ દ્વારથીઅંદરની તરફ પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે ૧૦૮ બટુકોએ શંખનાદ સાથે તેમનું સ્વાગત કર્યું હતું.પીએમ મોદીએ હાથ જોડીને મંદિરના મુખ્ય દ્વારથી પરિસરમાં પ્રવેશ કર્યો હતો અને તેમણે સ્વાગત કરનાર પુજારીઓનો વિશેષ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ પહેલા પીએમ મોદી ૧૪ કિલોમીટર લાંબો રોડ શો કરીને કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યા હતા. પીએમમોદીના રોડ શૉ દરમિયાન ઠેર–ઠેર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના કાફલા પર પુષ્પોવરસાવવામાં આવ્યા હતા. પીએમ મોદીએ પણ લોકોનું અભિવાદન કર્યું હતું.