ચેન્નાઈમાં લીધા અંતિમ શ્વાસ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બિકાજીના CMD શિવરતન અગ્રવાલનું થયેલું દુ:ખદ નિધન

ઉદ્યોગ અને સામાજિક જગતમાં શોક : બીકાનેરના સાંસદ અર્જુન રામ મેઘવાલે પણ તેમના નિધન પર દુ:વ્યક્ત કયુ

(સંપૂર્ણ સમાચાર સેવા)​

બીકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના CMD શિવરતન અગ્રવાલનું ગુરુવારે સવારે ચેન્નાઈમાં અવસાન થયું છે. તેમના અવસાનથી ઉદ્યોગ જગતની સાથેસાથે બીકાનેરના સામાજિક ક્ષેત્રમાં પણ શોક વ્યાપી ગયો છે. શિવરતન અગ્રવાલે બીકાજીને દેશવિદેશમાં ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેમના નેતૃત્વહેઠળ કંપનીએ પારંપરિક ભુજિયા અને નમકીનને વૈશ્વિક સ્તરે પહોંચાડ્યા હતા અને બીકાનેરના સ્વાદનેઆંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી હતી. તેઓ પોતાના સરળ સ્વભાવ અને દૂરદર્શી વિચારસરણી માટે જાણીતા હતા.

પરિવારને દુ: સહન કરવાની શક્તિ

બીકાનેરના સાંસદ અર્જુન રામ મેઘવાલે પણ તેમના નિધન પર દુ: વ્યક્ત કર્યું છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીનેલખ્યું કે, “બીકાનેરના દિગ્ગજ ઉદ્યોગપતિ, ભામાશાહ અને બીકાજી ગ્રુપના સ્થાપક શિવરતન અગ્રવાલફન્નાબાબુના આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત દુ:ખદ છે.

તેમનું સમાજસેવા, ઉદ્યોગ જગત અને બીકાનેરનેવિશ્વપટલ પર ખ્યાતિ અપાવવામાં અમૂલ્ય યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે. ઈશ્વર દિવંગત આત્માનેપોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને શોક સંતપ્ત પરિવારને દુ: સહન કરવાની શક્તિ આપે.”

તેમના પરિવારમાં તેમના પુત્ર દીપક અગ્રવાલ છે, જેઓ હાલમાં બિઝનેસની જવાબદારી સંભાળી રહ્યા છે અનેકંપનીને નવી ઊંચાઈઓ તરફ લઈ જવામાં લાગેલા છે. શિવરતન અગ્રવાલને બીકાનેરમાં એક મોટા ભામા શાહતરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમણે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કાર્યોમાં ઉદારતા પૂર્વકયોગદાન આપ્યું હતું. તેમના સહયોગથી અનેક સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓને મજબૂતી મળી હતી.

તેમના નિધન પર ઉદ્યોગ જગત, વેપારિક સંગઠનો અને સામાજિક સંસ્થાઓએ ભારે શોક વ્યક્ત કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બીકાનેર શહેરે એવા વ્યક્તિત્વને ગુમાવ્યું છે, જેમણે માત્ર વેપારમાં સફળતા નથી મેળવી, પરંતુ સમાજસેવામાં પણ અમિટ છાપ છોડી છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રના લોકોએપણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.