Last Updated on by Sampurna Samachar
૧૦૦ GB ઈ-મેઈલ ડેટા લીક કરવાની આપી ધમકી
પ્રમુખ ટ્રમ્પને નુકસાન પહોંચાડવા અને બદનામ કરવાનો પ્લાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે ઈરાન સાથે જોડાયેલા એક હેકિંગ જૂથે અમેરિકાને ધમકી આપી છે કે, તે ઈ-મેઈલનો ૧૦૦ GB ડેટા લીક કરી દેશે. આ ડેટા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત લોકોનો છે. ગતવર્ષે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દરમિયાન એક સાયબર અટેક જૂથે દાવો કર્યો હતો કે, તેની પાસે આશરે ૧૦૦ GB ઈ-મેઈલ ડેટા છે. જેને તે લીક કરી શકે છે.
હેકર્સે ‘રોબર્ટ‘ નામનો ઉપયોગ કરી ટ્રમ્પના સલાહકાર રોજર સ્ટોન અને વ્હાઈટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ સૂસી વિલ્સ, સ્ટોર્મી ડેનિયલ્સ સહિત અન્ય સહયોગી વચ્ચે થયેલા સંવાદ સામેલ છે. જેને ઈરાનના હેકર્સે ચોરી લીધા છે. ટ્રમ્પના વકીલ લિંડસે હોલિગન અને સ્ટોર્મી ડેનિયલ્સના ઈમેઈલ એકાઉન્ટ્સના પણ ડેટા સામેલ છે.
ઈરાને આરોપો ફગાવ્યા હતા
સ્ટોર્મી ડેનિયલ્સ એડલ્ટ ફિલ્મોની અભિનેત્રી છે. જેના કથિત રૂપે ટ્રમ્પ સાથે સંબંધો હોવાના અહેવાલો મળ્યા હતાં. તેને મોઢું બંધ રાખવા માટે ટ્રમ્પે ૧,૩૦,૦૦૦ ડોલરની ચૂકવણી પણ કરી હતી. હેકર્સે ઈમેઈલ કન્ટેન્ટ સંબંધિત માહિતી આપવાનો ઈનકાર કરી દીધો છે.
યુએસ એટર્ની જનરલ પામ બોંડીએ આ હેકિંગને ભયાનક સાયબર અટેક ગણાવ્યો હતો. FBI ના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાના ભંગમાં સંડોવાયેલા લોકો વિરૂદ્ધ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અમેરિકાની સાયબર સિક્યોરિટી એજન્સીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આ કહેવાતો સાયબર અટેક નથી પણ ડિજિટલ પ્રોપેગેન્ડા છે.
પ્રમુખ ટ્રમ્પને નુકસાન પહોંચાડવા અને માનનીય જાહેર સેવકોને બદનામ કરવાનું કાવતરૂ છે.ઈરાનના હેકર્સે અમેરિકાને ધમકી આપી હતી કે, ૨૦૨૪ માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દરમિયાન હેક કરવામાં આવેલો ૧૦૦ GB ડેટા લીક કરવાની અમારી કોઈ યોજના ન હતી. પરંતુ છેલ્લા ૧૨ દિવસમાં ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલેલા યુદ્ધ અને અમેરિકાના પરમાણુ મથકો પર કરવામાં આવેલા હુમલા બાદ અમે તેને લીક કરવા મજબૂર બન્યા છે. આ લીક કાંડમાં ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કોર્પ્સના ત્રણ સભ્યોની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ઈરાને આરોપો ફગાવ્યા હતા.