Last Updated on by Sampurna Samachar
નડિયાદના યુવકને દુબઈમાં થયો કડવો અનુભવ
દુબઈમાં નોકરી માટે પહોંચેલા આ યુવકનો પાસપોર્ટ જપ્ત કરાયો હતો ગેસ્ટ હાઉસમાં બે મહિના સુધી ગોંધીરાખીને યુવકને માર મારવામાં આવ્યો હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં અનેક લોકો વિદેશ જવાની લાલચમાં છેતરાતા હોય છે. ત્યારે નડિયાદમાં એક યુવક પણ ઠગાઈકરનારાઓનો શિકાર બન્યો છે. અમદાવાદના એજન્ટે યુવકને વિદેશ મોકલ્યો હતો. દુબઈમાં નોકરી માટેપહોંચેલા આ યુવકનો પાસપોર્ટ જપ્ત કરાયો હતો. ગેસ્ટ હાઉસમાં બે મહિના સુધી ગોંધી રાખીને યુવકને મારમારવામાં આવ્યો હતો. અમદાવાદના એજન્ટે દુબઈમાં બાઈક રાઈડર માટેની નોકરીની ઓફર કરીહતી.

નડિયાદના શિવમ ઝાલાને અમદાવાદના એક એજન્ટે નોકરીના બહાને વિદેશ મોકલ્યો હતો. દુબઈમાં બાઈક રાઈડીંગ માટેની નોકરીની ઓફર કરી હતી. આ ઉપરાંત વર્ક પરમીટ, મોટો પગાર અને રહેવા જમવાસાથે બાઈક આપવાની પણ લાલચ આપી હતી. અમદાવાદની ફાઈવ ટેક ઈન્ટરનેશનલ સર્વિસના આરોપીએશિવમ ઝાલા સાથે ઠગાઈ આચરી હતી. જુલાઈ ૨૦૨૫માં શિવમ ઝાલાએ સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈને કંપનીનો સંપર્ક કર્યો હતો.
અમદાવાદની આ કંપનીના એજન્ટે શિવમ ઝાલા અને તેના મિત્ર સાથે અઢી લાખની ઠગાઈ આચરી છે. આયુવકો દુબઈમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી વ્હાઈટ પાસપોર્ટના આધારે વતન પરત ફર્યા છે. ભોગ બનનારેરાહુલ ગુપ્તા, કૈલાશ મીના સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામેફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.