બંને દેશની ૫૦ વર્ષ જૂની અતૂટ મિત્રતાનું સન્માન ગણાવ્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વડાપ્રધાન મોદીને મળ્યું વધુ એક સન્માન

સેશેલ્સે મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી નવાજ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

વડાપ્રધાન વધુ એક સન્માન મળ્યુ છે. વાત કરીએ તો હિંદ મહાસાગરના રણીતિક અને સુંદર દ્વીપ રાષ્ટ્ર સેશેલ્સે પોતાની આઝાદીની સુવર્ણ જયંતિના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીને પોતાના દેશનો સૌથી પ્રતિષ્ઠિતઅને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બીચ / બ્લુ હોરાઇઝન એનાયત કર્યો છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સેશેલ્સના રાષ્ટ્રપતિ દ્વારા પીએમ મોદીને પર્યાવરણ બચાવવા, સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ અને ગ્રીન વિઝનને પ્રોત્સાહન આપવામાં તેમના દ્વારા નિભાવવામાં આવેલી સાહસિક વૈશ્વિક લીડરશિપ માટે આપવામાં આવ્યો છે.

**EDS: THIRD PARTY IMAGE** In this screengrab from a video posted on June 28, 2026, Prime Minister Narendra Modi with Seychelles President Patrick Herminie during a joint press meet, in Seychelles. (@NarendraModi/Yt via PTI Photo)(PTI06_28_2026_000176B)

સેશેલ્સ સરકાર પ્રમાણે આ સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તે દૂરગામી વિઝનને એક આંતરરાષ્ટ્રીય ઓળખ આપે છે, જે હેઠળ તેમણે ન માત્ર ભારત પરંતુ સમગ્ર દુનિયાને પર્યાવરણ અને વિકાસ વચ્ચે એક સંતુલિત બનવાનું શીખવ્યું છે. પોતાની ત્રણ દિવસ સત્તાવાર યાત્રા પર સેશેલ્સ પહોંચેલા પીએમ મોદીએ આ સન્માનને સ્વીકારતા તેને ૧૪૦ કરોડ ભારતીયો અને બંને દેશની ૫૦ વર્ષ જૂની અતૂટ મિત્રતાનું સન્માન ગણાવ્યું. આ ઐતિહાસિક પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ હિંદ મહાસાગર ક્ષેત્ર માટે ભારતના મહાસાગર વિઝન અને નેબરહુડ ફર્સ્ટની નીતિને મજબૂત કરવા પર ભાર આપ્યો છે.

દુનિયાનો સૌથી મોટો પર્યાવરણ પુરસ્કાર PM મોદીના નામે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અત્યાર સુધી અનેક આંતરરાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યા છે. હજુ પાછલા મહિને (મે ૨૦૨૬મા) સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ખાદ્ય તથા કૃષિ સંગઠનએ રોમમાં પીએમ મોદીને પોતાનું સર્વોચ્ચ સન્માન એગ્રીકોલા મેડલથી નવાજ્યા હતા. આ એવોર્ડ તેમને ભારત અને દુનિયામાં ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવા, ખેતીની આધુનિક તકનીક બદલવા અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવ્યો હતો.

આ પહેલા પણ વર્ષ ૨૦૧૮મા વૈશ્વિક સહયોગ, એકંદર વિકાસ અને પર્યાવરણના અનુકૂળ આર્થિક વિકાસને વધારવા માટે પીએમ મોદીનું પ્રતિષ્ઠિત સિયોલ પીસ પ્રાઇસથી સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ જેવા ક્રાંતિકારી પગલા માટે સંયુક્ત રાષ્ટ્રએ તેમને દુનિયાનો સૌથી મોટો પર્યાવરણ પુરસ્કાર ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એનાયત કર્યો હતો. સેશેલ્સનો આ નવા પુરસ્કારે ફરી સાબિત કર્યું છે કે જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારો સામે લડવામાં આજે સમગ્ર વિશ્વ ભારતના પ્રધાનમંત્રીના વિચાર અને તેમના નેતૃત્વની પ્રશંસક બની ગઈ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.