Last Updated on by Sampurna Samachar
દુલ્હને કહ્યું કે પહેલા તમારે મારી જીદ પૂરી કરવી પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેણે આ વાત સાંભળી તેના હોંશ ઉડી ગયા. જેણે આ ઘટના વિશે સાંભળ્યું તે દંગ રહી ગયા.આ એક અનોખો મામલો છે, જ્યાં લગ્ન બાદ દુલ્હને વરરાજાને સુહાગરાત માટે ના પાડી દીધી. આ સાથે તેણે કહ્યું કે પહેલા મારી જીદ પૂરી કરો. દુલ્હને કહ્યું કે તે ત્યારે સુહાગરાત માટે રાજી થશે, જ્યારે તેને બાગેશ્વર ધામ લઈ જવામાં આવશે. તો દુલ્હનની જીદ પૂરી કરવા માટે સાસરીયાના લોકો તેને ત્યાં લઈ ગયા પરંતુ ત્યાંથી પરત ફરતી વખતે કન્યા ફરાર થઈ ગઈ હતી. આ ઘટના પર પોલીસે કહ્યું કે આ અનોખો મામલો સ્વરૂપગંજ પોલીસ સ્ટેશનમાં અશોક કુમાર દ્વારા દાખલ કરવામાં આવી છે.
તેની ફરિયાદ નોંધાવતા સમયે અશોક કુમારે જણાવ્યું કે તેના લગ્ન એક બીજા સમાજની યુવતી સાથે એક દલાલે કરાવી હતી. લગ્ન કરાવવા માટે અઢી લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા. ત્યારબાદ તેનો સંબંધ અમરાવતી, મહારાષ્ટ્રમાં નક્કી થયો. યુવતીના પરિવારજનો અશોક અને તેના પરિવારને મળવા માટે તેના ગામ પણ આવ્યા હતા. ત્યારબાદ કાશી વિશ્વનાથ મંદિર કાસિંદ્રામાં લગ્નના બધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો લગ્ન થયા બાદ દુલ્હન જીદ કરવા લાગી કે તેણે પહેલા બાગેશ્વર ધામ જવું છે. ત્યારબાદ પરિવારજનો ટ્રેનથી તેને લઈને બાગેશ્વર ધામ પહોંચ્યા, જ્યાંથી પરત ફર્યા બાદ પરિવારજનો સાલાસર મંદિરમાં પણ દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી આ દુલ્હન ફરાર થઈ ગઈ હતી. ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે કાર્યવાહી કરતા ૪ આરોપી સુષમા, કૈલાશ, સિંધુ અને રાજકન્યાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.