Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રી બનતાની સાથે જ વિજયે લીધા નિર્ણયો
સરકાર જનતાને આપેલા વચનોને પ્રાથમિકતા આપશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા થલાપતિ વિજયે ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં વિશાળ જનમેદની વચ્ચે મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમની સાથે નવ અન્ય વિધાયકોએ પણ મંત્રી પદના શપથ લીધા. શપથ લીધા બાદ તાબડતોબ વિજયે અનેક મહત્વની ફાઈલો પર સહી કરી અને સ્પષ્ટ સંકેત આપ્યો કે તેમની સરકાર જનતાને આપેલા વચનોને પ્રાથમિકતા આપશે.

વિજયે સૌથી પહેલા ઘરેલુ ગ્રાહકોને ૨૦૦ યુનિટ વીજળી મફત આપવાની યોજનાને મંજૂરી આપી દીધી. જે તેમના ચૂંટણી અભિયાનના સૌથી મોટા વચનોમાં સામેલ હતું. આ ઉપરાંત તેમણે મહિલાઓની સુરક્ષા માટે એક વિશેષ સુરક્ષા ફોર્સ બનાવવા સંબંધિત ફાઈલ ઉપર પણ સહી કરી. સરકારનું કહેવું છે કે આ ફોર્સ મહિલાઓ સંબંધિત ગુનાઓ પર ઝડપથી કાર્યવાહી કરશે.
તરત લેવાયેલા ર્નિણયોએ રાજકારણમાં હલચલ પેદા કરી
શપથ ગ્રહણ સમારોહ બાદ વિજયનો સૌથી મોટો રાજકીય સંદેશ ડીએમકે સરકાર વિશે આવ્યો. તેમણે જાહેરાત કરી કે ૨૦૨૧થી ૨૦૨૬ સુધીની તમિલનાડુની આર્થિક સ્થિત પર એક શ્વેત પેપર બહાર પાડવામાં આવશે. વિજયે કહ્યું કે ડીએમકે સરકાર અમારા માટે ૧૦ લાખ કરોડ રૂપિયાનું દેવું છોડીને ગઈ છે. હું જનતાને જણાવવા માંગુ છું કે ગત સરકારે રાજ્ય પર કેટલો બોજાે નાખ્યો છે અને મારે કઈ સ્થિતિમાં જવાબદારી સંભાળવી પડી છે.
સરકારના જણાવ્યાં મુજબ ઘરેલુ ગ્રાહકો માટે દર મહિને ૨૦૦ યુનિટસુધી વીજળી મફત આપવામાં આવશે. જેનાથી મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોને રાહત મળવાની આશા જાગી છે. જ્યારે મહિલાઓ માટે રાજ્ય પરિવહન નિગમની સાધારણ બસોમાં મફત સવારીની યોજના પણ તરત લાગૂ કરવાના નિર્દેશ અપાયા છે.
મુખ્યમંત્રી વિજયે કહ્યું કે તેમની સરકાર જનતાની સરકાર હશે અને ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા વચનોને તબક્કાવાર રીતે પૂરા કરાશે. તેમણે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા કે યોજનાઓના અમલીકરણમાં વિલંબ થવો જોઈએ નહીં અને લોકો સુધી જલદી લાભ પહોંચે.
પોતાના સંબોધનમાં વિજયે પારદર્શક અને જવાબદાર પ્રશાસન આપવાનું વચન આપ્યું. તેમણે કહ્યું કે, તેમની સરકાર જનતાના ભરોસા પર ખરા ઉતરવાની પૂરેપૂરી કોશિશ કરશે. તેમણે લોકો પાસે સમર્થન માંગતા કહ્યું કે જાે તમે મને તક અને સહયોગ આપશો તો હું તમને આપેલા બધા વચનો પૂરા કરવાની કોશિશ કરીશ. વિજયના આ નિવેદન પર ખુબ તાળીઓ પડી. નવી સરકારના નવા ર્નિણયો અને ડીએમકે પર પ્રહારથી સ્પષ્ટ થયું છે કે તમિલનાડુનું રાજાકારણ હવે એક નવા અને આક્રમક દોરમાં પ્રવેશી ચૂક્યું છે.
આ બે નવા ર્નિણયો ઉપરાંત સરકારે યુવાઓને રોજગાર, મોંઘવારીમાંથી રાહત અને સમાજિક કલ્યાણ સંબંધિત અનેક યોજનાઓ પર કામ શરૂ કરવાના સંકેત પણ આપ્યા છે. રાજકીય જાણકારોનું માનવું છે કે વિજય પોતાની પહેલી જ ઈનિંગમાં પોતાને વચન નિભાવનારા નેતા તરીકે સાબિત કરવા માંગે છે. શપથ ગ્રહણ બાદ તરત લેવાયેલા ર્નિણયોએ રાજ્યના રાજકારણમાં હલચલ પેદા કરી છે. સમર્થકો તેને જનતા માટે મોટી રાહત ગણાવી રહ્યા છે. જ્યારે વિપક્ષ સરકારની આર્થિક ક્ષમતા અને આ યોજનાના નાણાકીય બોજ પર સવાલ ઉઠાવી રહ્યો છે.