Last Updated on by Sampurna Samachar
દર વર્ષે અંદાજે ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ લે છે એડમિશન
મોટેગાંવકર એક બહુ મોટું નામ
(સંપૂર્ણ સમાચાર સેવા)
M Sir ના નામે જાણીતા અને RCC ક્લાસીસના ફાઉન્ડર શિવરાજ મોટેગાંવકર અત્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના સકંજામાં આવ્યા છે. CBI ની ટીમ છેલ્લા કેટલાક દિવસોથી તેમની સઘન પૂછપરછ કરી રહી છે. મેડિકલ અને એન્જિનિયરિંગની તૈયારી કરાવતા ક્ષેત્રમાં મોટેગાંવકર એક બહુ મોટું નામ છે.

શિવરાજ મોટેગાંવકરની સફળતાની કહાની કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી છે. લાતુરના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા મોટેગાંવકરે પોતાના કરિયરની શરૂઆત ખાનગી ટ્યુશન્સ આપીને કરી હતી. તેઓ વિદ્યાર્થીઓને ભણાવવા માટે આખા લાતુર શહેરમાં સાયકલ લઈને ફરતા હતા. ૧૯૯૦ના દાયકાના અંતમાં, તેમણે એક નાનકડા ભાડાના રૂમમાં માત્ર ૧૦ વિદ્યાર્થીઓ સાથે કોચિંગ ક્લાસ શરૂ કર્યા હતા.
CBI એ અત્યાર સુધીમાં કુલ ૧૦ લોકોની ધરપકડ કરી
સમય જતાં મોટેગાંવકરે મહારાષ્ટ્રના પ્રખ્યાત લાતુર પેટર્નમાં પોતાનો સિક્કો જમાવ્યો. આજે તેમની સંસ્થા મહારાષ્ટ્રના લાતુર, પુણે, નાસિક, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, સોલાપુર અને કોલ્હાપુરમાં મલ્ટિપલ સેન્ટર્સ છે. એક અંદાજ મુજબ, દર વર્ષે અંદાજે ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમના ક્લાસમાં એડમિશન લે છે. સોશિયલ મીડિયા પર પણ તેમનો દબદબો છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ પર ૬૬ હજારથી વધુ ફોલોઅર્સ છે અને યુટ્યુબ, વોટ્સએપ તેમજ પ્લે સ્ટોર પર તેમની પોતાની ડિજિટલ એપ પણ કાર્યરત છે.
શિવરાજ મોટેગાંવકર પર આક્ષેપ છે કે તેઓ દ્ગઈઈ્ પેપર લીક કાંડના મુખ્ય આરોપી અને રિટાયર્ડ કેમિસ્ટ્રી પ્રોફેસર પી. વી. કુલકર્ણીના સીધા સંપર્કમાં હતા. કુલકર્ણીની તાજેતરમાં જ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે પ્રોફેસર કુલકર્ણી ભૂતકાળમાં મોટેગાંવકરની સંસ્થામાં જ કેમિસ્ટ્રી ભણાવતા હતા. આમ આ કેસની તપાસ કરી રહેલી CBI એ અત્યાર સુધીમાં કુલ ૧૦ લોકોની ધરપકડ કરી છે.