Last Updated on by Sampurna Samachar
૧૫,૦૦૦ થી વધુના વ્યવહાર પર લાગુ થશે નવો નિયમ
જો તમારું કોઈ પેમેન્ટ રૂ.૧૫,૦૦૦ થી વધુ છે તો તેના માટે તમારે AFA એટલે કે OTP કે પિન નાખીને મંજૂરી આપવી પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જો તમે પણ ઓનલાઈન કે ડિજિટલ પેમેન્ટ કરતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૨૧ એપ્રિલના રોજ ડિજિટલ પેમેન્ટ અને ઈ–મેન્ડેટ નેલઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

આ નવા નિયમ મુજબ, હવે રૂ.૧૫,૦૦૦ કે તેથી વધુના ઓટોમેટિક કેરિકરિંગ પેમેન્ટ માટે એક વધારાનું ઓથેન્ટિકેશન (છહ્લછ – એક પ્રકારનું વેરિફિકેશન) કરવું ફરજિયાત બનીગયું છે. આ નિયમ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને UPI દ્વારા થતા તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પેમેન્ટપર તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે.
આ વધારાનું વેરિફિકેશન લેવલ જરૂરી
RBI ની આ નવી ગાઈડલાઈન મુજબ, જો તમારું કોઈ પેમેન્ટ રૂ.૧૫,૦૦૦ થી વધુ છે અને તે દર મહિને કેનક્કી કરેલા સમયે આપોઆપ કપાતું હોય (જેમ કે કોઈ સબસ્ક્રિપ્શન), તો તેના માટે તમારે એડિશનલ ઓથેન્ટિકેશન (છહ્લછ) એટલે કે OTP કે પિન નાખીને મંજૂરી આપવી પડશે. આ ઉપરાંત, વીમાનું પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડના હપ્તા અને રૂ.૧ લાખથી વધુના ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી માટે પણ આ વધારાનું વેરિફિકેશન લેવલ જરૂરી બનશે.
RBI એ સ્પષ્ટ કર્યું છે કે ઈ–મેન્ડેટની સુવિધા શરૂ કરવા માટે ગ્રાહકોએ એકવાર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બેંકની સામાન્ય પ્રોસેસ પૂરી થયા પછી, AFA (વધારાના પ્રમાણીકરણ પરિબળ) ની ચકાસણી સફળ થાયત્યારબાદ જ તમારો ઈ–મેન્ડેટ એક્ટિવ થશે. ખાસ વાત એ છે કે આ મેન્ડેટ હેઠળ થતું પહેલું પેમેન્ટ પણ છહ્લછદ્વારા જ વેરિફાય થવું જોઈએ.
આ ઈ–મેન્ડેટની એક ચોક્કસ સમયમર્યાદા (વેલિડિટી) હશે, અને સૌથી સારી વાત એ છે કે યુઝર્સ ગમે ત્યારેતેમાં ફેરફાર કરી શકે છે અથવા તો તેને કેન્સલ પણ કરી શકે છે. બેંકોએ ગ્રાહકોને રજિસ્ટ્રેશન વખતે જ આસુવિધા વિશે ચોખ્ખી માહિતી આપવાની રહેશે.
તમે ફિક્સ રકમ અથવા તો બદલાતી (વેરિયેબલ) રકમ માટે પણ ઈ–મેન્ડેટ સેટ કરી શકો છો, જેમાં તમે મહત્તમરકમની લિમિટ જાતે જ નક્કી કરી શકશો.
જાે તમે કોઈ ચાલુ મેન્ડેટમાં ફેરફાર કરશો, તો ફરીથી નવું ઓથેન્ટિકેશન કરવું પડશે. હા, RBI એ એ પણચોખવટ કરી છે કે ગ્રાહકો પાસેથી આ ઓટોમેટિક રિકરિંગ પેમેન્ટ કે ઈ–મેન્ડેટ સુવિધા માટે બેંક કોઈ પણપ્રકારનો ચાર્જ કે ફી વસૂલ કરી શકશે નહીં.