Last Updated on by Sampurna Samachar
કોર્ટના આકરા આદેશોનું પાલન કરવુ પડશે
લગભગ બે મહિના બાદ પરત ફરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાપસી કરી રહ્યા છે. શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના એક એપિસોડ દરમિયાન પોતાના એક જોકના કારણે દેશભરમાંથી રોષ ઠાલવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની પર ઘણા કેસ પણ નોંધાયા હતા. જેના વિરુદ્ધ તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. રણવીરને ત્યાંથી રાહત તો મળી ગઈ હતી. પરંતુ તેને કોર્ટના આકરા આદેશોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું. હવે લગભગ બે મહિના બાદ તે પાછો આવી ગયો છે.
રણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર ધ રણવીર શો પોડકાસ્ટને રીસ્ટાર્ટ કર્યો છે. તેણે પોતાની સમગ્ર ટીમની સાથે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે ખૂબ ખુશ નજર આવી રહ્યો છે. રણવીરે પોતાના પરિવારના આશીર્વાદ લઈને આ નવી સફરની શરૂઆત કરી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું છે, મને પ્રેમ કરનારને થેન્ક્યુ, આ યુનિવર્સને થેન્ક્યુ. એક નવું ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે, પુનર્જન્મ.
આ ફેઝ ખૂબ મુશ્કેલ હતો, અમને ધમકીઓ મળી
યુટ્યૂબરે તે બાદ એક લાંબો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં તે પોતાના હાથને જાેડીને ચાહકોની માફી માગતો નજર આવ્યો. તેણે પોતાની ચેનલની નવી શરૂઆત અને પોતાના ખરાબ સમયને પણ યાદ કર્યો. વીડિયોની શરૂઆતમાં તે કહે છે કે મારી પાસે કહેવા માટે ઘણું બધું છે. પરંતુ તે તેને અત્યારે કહેશે નહીં. પહેલા હું પોતાના તમામ પ્રેમ કરનારને થેન્ક્યુ કહીશ. તમારા પોઝિટિવ મેસેજે મને અને મારા પરિવારને ખૂબ સપોર્ટ કર્યો. આ ફેઝ ખૂબ મુશ્કેલ હતો, અમને ધમકીઓ મળી રહી હતી.
રણવીરે આગળ પોતાના બ્રેક પર પણ વાત કરી, જીવનના સૌથી મુશ્કેલ સમયમાં તમને અનુભવ થાય છે કે તમારા માર્ગમાં માત્ર સફળતા જ ચાલશે નહીં, તમારે નિષ્ફળતાનો સામનો પણ કરવો પડશે. મે છેલ્લા ૧૦ વર્ષથી બ્રેક લીધા વિના દર અઠવાડિયે ૨-૩ વીડિયો પોસ્ટ કર્યા છે. આ એક અનઈચ્છિત બ્રેક હતો જેમાં મે ધીરજ સાથે જીવવાનું શીખ્યું. ઘણા લોકો મને પુત્ર અને ભાઈ માને છે. હું તેમની માફી માગું છું. આગામી સમયમાં જે પણ કન્ટેન્ટ બનાવીશ. તે વધુ સમજદારીથી બનાવીશ આ મારું વચન છે.