Last Updated on by Sampurna Samachar
પુષ્કરમાં વૃક્ષ સાથે એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો
યુવક વલસાડના પાટીદાર પરિવારમાંથી હોવાનું સામે આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના પુષ્કરમાં ફરવા ગયેલા ગુજરાતી યુવકના આપઘાતથી ચકચાર મચી ગઈ છે. વલસાડના પાટીદારયુવક ઋત્વિક પટેલનો મૃતદેહ જંગલમાં વૃક્ષ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ઋત્વિક પટેલ બસમાંઅનેક મુસાફરો સાથે પુષ્કર ફરવા ગયો હતો. ત્યારે પાટીદાર યુવકે આવું પગલું કેમ ભર્યું તે તપાસનો વિષય છે.

પરિવારજનો અને અન્ય યાત્રીઓ સાથે પૂછપરછ
પ્રાપ્ત માહિતી અનુસાર, પુષ્કરના જંગલમાં એક યુવકનો મૃતદેહ વૃક્ષ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ પુષ્કરના બાંગડ સ્કૂલની સામે રેતીલા વૃક્ષોમાં લટકતો મળ્યો હતો. જેના બાદ સ્થાનિકોએ પોલીસને જાણકરવામાં આવી હતી. પોલીસ અધિકારી વિક્રમસિંહ રાઠોડ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસે ઘટના સ્થળ પર ફોરેન્સિકની ટીમને બોલાવી હતી. એફએસએલની ટીમે ઘટના સ્થળ પર પહોંચીનેતપાસ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, મૃતક યુવકની ઓળખ વલસાડ નિવાસી અનિલભાઈ પટેલના પુત્ર ઋત્વિક પટેલ તરીકે થઈ છે.
પોલીસે પરિવારજનો અને અન્ય યાત્રીઓ સાથે પૂછપરછમાં સામે આવ્યું કે, ઋત્વિ પટેલ કેટલાક લોકો સાથેમળીને પુષ્કર ફરવા આવ્યો હતો. ઋત્વિક પટેલ અચાનક રાતે અમારા ગ્રુપમાંથી ગાયબ થઈ ગયો હતો. બધુશોધ્યા બાદ પણ તે ક્યાંય મળ્યો ન હતો. તેથી મુસાફરોએ તેના ગુમ થવાનો રિપોર્ટ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંઆપ્યો હતો. જેના બાદ તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા,
હાલ ઋત્વિક પટેલે કેમ આપઘાત કર્યો તેનું કારણ સામે આવ્યું નથી. પોલીસ પણ આત્મહત્યા અને હત્યાનાઆશંકાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. હાલ ઋત્વિક પટેલના પરિવારને જાણ કરી દેવાઈ છે.