Last Updated on by Sampurna Samachar
‘વેગન–આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’
રાહુલે કેજરીવાલ પર કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું હોવાનો, ભ્રષ્ટાચાર કર્યો હોવાનો, દિલ્હીમાં પ્રદૂષણ વધાર્યું હોવાનો આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી રેલીમાં શીશમહેલનો ઉલ્લેખ કરીને આમઆદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોલકાતામાં રેલીને સંબોધન કરીનેકહ્યું કે, કેજરીવાલે જુદા રાજકારણનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પોતાની નાની ગાડીમાં આવ્યા અને કરોડોરૂપિયાના શીશમહેલમાં જતા રહ્યા.

દિલ્હીમાં ૨૦૧૩ પહેલા કોંગ્રેસની સત્તાને યાદ કરીને રાહુલ ગાંધીએ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના કહેવા મુજબ ૨૦૧૧માં અન્ના હજારે આંદોલન થયું હતું, ત્યારે લાલ રંગનું સ્વેટર પહેરેલા કેજરીવાલથાંભલા પર ચઢી ગયા હતા.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરી નાખ્યું હોવાનો આક્ષેપ કર્યો
તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે નાની ગાડીમાં આવ્યા હતા જો કે પછી તેઓશીશમહેલમાં જતા રહ્યા હતા. રાહુલે કેજરીવાલ પર કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું હોવાનો, ભ્રષ્ટાચાર કર્યોહોવાનો, દિલ્હીમાં પ્રદૂષણ વધાર્યું હોવાનો અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર વખતે ઉભુ કરેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરી નાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
દિલ્હીમાં ૨૦૧૩ પહેલા કોંગ્રેસની સત્તાને યાદ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘કેજરીવાલે નવા પ્રકારનારાજકારણની વાત કરી હતી, જો કે હું બીજીતરફથી રાજકારણ કરીશ. તેઓ ખંભા પર ચઢી ગયા હતા… લાલરંગનું સ્વેટર પહેર્યું હતું… તમને યાદ છે ? તેઓ નાની ગાડી વેગન–આરમાં આવ્યા હતા…
વેગન–આરમાં આવ્યાઅને સીધા શીશમહેલના પાર્કિંગ લૉટમાં જતા રહ્યા… કરોડો રૂપિયાનું ઘર, ભ્રષ્ટાચાર, પોલ્યુશન… કોંગ્રેસના પૂર્વમુખ્યમંત્રી સ્વ.શિલા દિક્ષીતજીએ દિલ્હીમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું હતું, રસ્તાઓ બનાવ્યા હતા, પુલ બનાવ્યાહતા… તે બધુ તેમણે ખતમ કરી નાખ્યું.’
ઉલ્લેખનીય છે કે, જ્યારે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા, ત્યારે વિપક્ષો તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘૬, ફ્લેગસ્ટાફ બંગલો’ને શીશમહેલ કહી રહ્યા છે. કેજરીવાલ પર આ બંગલો બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચકરાયો હોવાનો આરોપ લાગ્યા છે.
તાજેતરમાં જ દિલ્હીના લોક નિર્માણ મંત્રી પ્રવેશ સાહિબ સિંહે કેજરીવાલ પર નવું શીશમહેલ બનાવાવનોઆક્ષેપ કર્યો હતો. તેમણે લોધી રોડ સ્થિત એક બંગલાની કેટલીક તસવીરો જાહેર કરી હતી અને તેનેશીશમહેલ–૨ ગણાવ્યો હતો. જો કે પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ દાવો કર્યો કે, તેમણે જાહેર કરેલી તસવીરોકેજરીવાલના ઘરની નથી, પરંતુ ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી તસવીરો છે.