Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાનને દિલ્હી વાપસીમાં વિલંબ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિધાનસભા ચૂંટણીને લઈને દેશના મોટા નેતાઓના જોરદાર પ્રવાસ પર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન PM નરેન્દ્ર મોદીના વિમાનમાં દેવઘર એરપોર્ટ પર ટેક્નિકલ ખામી જોવા મળી. જેના કારણે વિમાનને અસ્થાયી રીતે રોકવું પડ્યું. એવું કહેવાયું કે આ ટેક્નિકલ ખામીના કારણે પીએમ મોદીની દિલ્હી વાપસીમાં વિલંબ થયો છે.
મળતી માહિતી મુજબ વિમાનની નિયમિત ઉડાણ દરમિયાન એક ટેક્નિકલ ખામીની જાણકારી મળી. જેના કારણે વિમાનને તરત દેવઘર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યં. વિશેષજ્ઞ ટીમ દ્વારા વિમાનની તપાસ થઈ રહી છે. જેથી કરીને સમસ્યાને જલદી ઉકેલી શકાય. પીએમ મોદીનો આ પ્રવાસ પહેલેથી જ વ્યસ્ત કાર્યક્રમનો ભાગ હતો અને તેના અનપેક્ષિત વિલંબથી તેમની આગળની યોજનાઓમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે. આ અગાઉ પીએમ મોદી જમુઈમાં હતા. એવું કહેવાય છે કે બિહારના જમુઈથી જ તેઓ દેવઘર પહોંચ્યા હતા. પીએમ મોદી જનજાતીય ગૌરવ દિવસ મનાવવા માટે જમુઈ પહોંચ્યા હતા. ત્યાં પણ તેમની રેલી હતી અને ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી અવસરે આયોજિત જનજાતીય ગૌરવ દિવસ સમારોહમાં ભાગ લીધો. આ અવસરે તેમણે ૬૬૪૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા. આ પ્રોજેક્ટ્સમાં રસ્તા, વિજળી, જળ આપૂર્તિ, અને સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ યોજનાઓ સામેલ છે.
પીએમ મોદીએ ભગવાન બિરસા મુંડાની વિશેષ સ્મારક સિક્કા અને પોસ્ટ ટિકિટનું પણ અનાવરણ કર્યું. તેમણે સમારોહ સ્થળ પર લાગેલા જનજાતીય હાટની પણ સમીક્ષા કરી. તેમણે અનેક વસ્તુઓના અંગે પણ જાણકારી મેળવી. પીએમ જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન હેઠળ નિર્મિત ૧૧,૦૦૦ આવાસોના ગૃહ પ્રવેશમાં સામેલ થયા.