Last Updated on by Sampurna Samachar
પૂણે કેતની હત્યા મામલામાં નવો ખૂલાસો
પ્રેમી ચેતન ચૌધરીએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસ સૂત્રો પ્રમાણે મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ ન માત્ર લોહાગઢ કિલ્લાથી હત્યાનું ષડયંત્ર રચ્યું હતું, પરંતુ જો કેતન તે ધક્કાથી બચી ગયો હોત તો તેના માટે એક બીજો પ્લાન –B તૈયાર કરી રાખ્યો હતો.

પોલીસ સૂત્રો અનુસાર સિયા કોઈપણ કિંમત પર કેતન અગ્રવાલ સાથે લગ્ન કરવા ઈચ્છતી નહોતી. આ કારણ છે કે તેણે ચેતન ચૌધરીની સાથે મળી ઘણી યોજનાઓ પર વિચાર કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે બંનેએ કેતનને રસ્તામાંથી હટાવવા માટે અલગ-અલગ મુદ્દે ચર્ચા કરી હતી.
ઘટનાનું રીક્રિએશન કરવામાં આવ્યું
સૂત્રોનો દાવો છે કે કેતનને રોડ અકસ્માતનો શિકાર બનાવવા કે તેન ઝેર આપી મારવા જેવા વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ આ ટ્રિકમાં પકડાવાનો ખતરો વધુ હોવાને કારણે આખરે લોહાગઢ કિલ્લાથી ધક્કો મારી હત્યા કરવાની યોજનાને અંજામ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો.
તપાસમાં તે પણ સામે આવ્યું છે કે જાે કેતન ઊંડી ખીણમાંથી પડ્યા બાદ બચી ગયો હોત તો પણ સિયાએ તેનો પીછો છોડાવવાની રણનીતિ બનાવી રાખી હતી. પોલીસ સૂત્રો પ્રમાણે સિયાને આશા હતી કે આટલી ઊંચાઈએથી પડ્યા બાદ કેતન ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત કે સ્થાયી દિવ્યાંગ થઈ શકે છે. આવી સ્થિતિમાં તે એ આધાર પર લગ્ન તોડવાનો ર્નિણય લેત અને પરિવારની સામે તે કારણ જણાવત.
સૂત્રો અનુસાર સિયાને તે પણ અંદાજ હતો કે જો તે સીધી ચેતન ચૌધરીની સાથે લગ્નની વાત કરે તો પરિવાર તે માટે તૈયાર ન થાય. કહેવામાં આવી રહ્યું છે કે તેણે કથિત રીતે તે માટે યોજના બનાવી હતી કે પહેલા કેતનથી છુટકારો મેળવવામાં આવે અને પછી થોડા વર્ષો બાદ તક જોઈ ચેતન સાથે લગ્ન કરવામાં આવે.
તપાસ એજન્સીઓ તે એંગલની પણ તપાસ કરી રહી છે કે બંને આરોપીએએ હત્યા પહેલા કેટલું વિસ્તારથી ષડયંત્ર તૈયાર કર્યું હતું અને તેમાં ક્યા-ક્યા વિકલ્પો પર ચર્ચા થઈ હતી. હાલ સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ બંને પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ બંનેને લઈને લોહાગઢ કિલ્લા પર પહોંચી હતી. જ્યાં ઘટનાનું રીક્રિએશન કરવામાં આવ્યું છે. પોલીસ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે બંનેએ કઈ રીતે કેતનની હત્યા કરી હતી.