Last Updated on by Sampurna Samachar
જેલ પ્રશાસનમાં ભારે ફફડાટ ફેલાયો
જેલ સ્ટાફની ઘોર બેદરકારી જણાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થા પર શંકા ઉપજે તેવી ઘટના સામે આવી છે. જેલમાં હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં બંધ પાકા કામનો કેદી માલદેવ પરમાર જેલના મુખ્ય દરવાજાથી જ ફરાર થઈ જતાં જેલ પ્રશાસનમાં ભારે ફફડાટ ફેલાયો છે.

જેલના નિયમિત ગણતરીના સમયે એક કેદી ઓછો હોવાનું ધ્યાન પર આવતા જેલ સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કેદી માલદેવ પરમાર જેલના અત્યંત સુરક્ષિત ગણાતા મુખ્ય દરવાજા પરથી જ ફરાર થઈ ગયો છે. આ ઘટના બાદ જેલ સ્ટાફની ઘોર બેદરકારી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય આ ઘટના
ફરાર થયેલ કેદી માલદેવ પરમાર કોઈ સામાન્ય ગુનેગાર નથી. તે અગાઉ થયેલી એક હત્યા અને પોક્સો હેઠળના ગુનામાં દોષિત ઠર્યા બાદ જેલમાં સજા કાપી રહ્યો હતો. આવા ગંભીર ગુનાના પાકા કામના કેદીનું ફરાર થવું એ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે.