Last Updated on by Sampurna Samachar
નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આગ લાગી
પવન અને ગીચતાના કારણે આગ કાબુ બહાર ગઈ હતી, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં આજે બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્રપંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. બાલાપીર દરગાહ પાસે આવેલા રહેણાંક મકાનોમાં આગ લાગતા જોતજોતામાં તે પ્રસરવા લાગી હતી. આ દુર્ઘટનામાં એક–બે નહીં પરંતુ ૫ થી વધુ મકાનો આગની ચપેટમાંઆવી ગયા છે, જેના કારણે મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.

આગ એટલી ભયાનક હતી કે મકાનોમાં રહેલી તમામ ઘર વખરી, અનાજ અને કિંમતી સામાન બળીને રાખ થઈગયો છે. સ્થાનિક રહીશોએ પોતાનો જીવ બચાવવા દોડધામ કરી મૂકી હતી. રહેણાંક વિસ્તાર હોવાથી આગવધુ પ્રસરે તે પહેલા લોકોએ પોતાની રીતે પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ પવન અને ગીચતાના કારણે આગકાબુ બહાર ગઈ હતી.
સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી,ઘટનાની જાણ થતાજ નવસારી નગરપાલિકાના ૫ થી વધુ ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડનાજવાનો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આગલાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.