Last Updated on by Sampurna Samachar
વહીવટી તંત્ર ઍલર્ટ મોડ પર
માછીમારોને દરિયામાં ન જવા સલાહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતભરમાં લાંબા સમયથી રાહ જોઇ રહેલા ચોમાસાની આખરે કેરલમના દરિયાકાંઠે આગમન થઈ ગયું છે. કાળઝાળ ગરમીથી તપી રહેલા કેરલમવાસીઓ માટે આ ચોક્કસપણે રાહતના સમાચાર છે, પરંતુ હવામાન વિભાગે ભારે વરસાદને પગલે સાવચેતી રાખવા માટે એલર્ટ પણ જાહેર કર્યા છે. હવામાન વિભાગએ ચોમાસાના આગમનને પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે જ્યાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કેટલાક વિસ્તારોમાં ટૂંકા ગાળામાં વરસાદ પડી શકે છે. આટલો ભારે વરસાદ શહેરી વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ ઊભું કરે છે. તેને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. માછીમારો માટે સૂચના: દરિયાઈ સ્થિતિ તોફાની બનવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે.
તંત્ર દ્વારા પ્રિ મોન્સુન કામગીરી કરાઇ
વાત કરીએ તો પૂર્વ-ચોમાસાની તૈયારીઓમાં સ્થાનિક તંત્ર દ્વારા ડ્રેનેજ સિસ્ટમ અને નહેરોની સફાઈનું કામ ઝડપી બનાવવામાં આવ્યું છે જેથી પૂર જેવી સ્થિતિને ટાળી શકાય. ચોમાસું એ ખેતી અને પાણીના સંસાધનો માટે જીવનરેખા છે, પરંતુ ભારે વરસાદના દિવસોમાં નાગરિકોએ વહીવટીતંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. કરોડો ભારતીયો જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસું હવે કેરલમના આંગણે છે. કેરલમનું આગમન સમગ્ર ભારત માટે વરસાદની સફરનો બેન્ચમાર્ક માનવામાં આવે છે.