Last Updated on by Sampurna Samachar
૪ મે પછી ભાજપના શપથગ્રહણ સમારોહમાં મારે આવવાનું જ છે
આ સાથે વડાપ્રધાને લોકોને મોટા પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી અને મજબૂત સરકારની જરૂરિયાત પરભાર મૂક્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના અંતિમ તબક્કા પહેલા બેરેકપુરમાં યોજાયેલી વિશાળ રેલીદરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ રેલી ભાજપ માટે મહત્વપૂર્ણઅંતિમ પ્રચાર સભા તરીકે જોવામાં આવી રહી છે, વડાપ્રધાને રેલીની શરુઆતમાં જણાવ્યું હતું કે, આચૂંટણીમાં તેમની અંતિમ સભા છે.

તેમણે કહ્યું કે, હું જ્યાં–જ્યાં ગયો ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, બંગાળના લોકોનો મેં જે મિજાજ જોયો છે, તેનાથી એ વિશ્વાસ લઈને પાછોજઈ રહ્યો છું કે ૪ મેના પરિણામો પછી ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં મારે આવવાનું જ છે.
ભાજપના શપથગ્રહણ સમારોહમાં મારે આવવાનું જ છે
રેલી દરમિયાનપીએમ મોદીએ પોતાના ભાષણમાં પશ્ચિમ બંગાળ સાથેના લાગણીસભર જોડાણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે૧૮૫૭ની વાત કરી અને બેરેકપુરની ઐતિહાસિક ધરતીને યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે આ જ ભૂમિએ સ્વતંત્રતા માટેના પ્રથમ સંઘર્ષને તાકાત પૂરી પાડી હતી, જેના કારણે દેશભરમાં સ્વાભિમાન અને બળવો જાગ્યોહતો.
વડાપ્રધાન મોદીએ ભાષણની શરુઆતમાં આત્મવિશ્વાસ સાથે ભાજપના શપથગ્રહણ સમારોહમાં આવવાનીવાત કરી હતી, તેમણે કહ્યું કે, આ ચૂંટણીની મારી અંતિમ સભા છે, બંગાળમાં હું જ્યાં પણ ગયો, બંગાળનાલોકોનો મેં જે મિજાજ જોયો છે, તેની સાથે હું એ વિશ્વાસ સાથે પાછો જઈ રહ્યો છું કે, ૪ મેના પરિણામો બાદ, ભાજપના શપથગ્રહણ સમારોહમાં મારે આવવાનું જ છે.
આ માટે જ મારો ઉત્સાહ વધી જાય છે, હું પાછલા ૩–૪દાયકાથી દેશના ખુણેખુણામાં જતો રહ્યો છું, રાજકારણમાં આવ્યા પછી, ભાજપમાં આવ્યા પછી. હું ભાજપનાકાર્યકર્તા તરીકે, પાર્ટી જે કોઈ કામ સોંપે તે હું કરું છું. ચૂંટણીની જવાબદારી સંભાળવાનું પણ તેનો ભાગ છે. હું ન દિવસ જોઉં છું, ન રાત, મોસમ પણ નથી જો તો, બસ ચાલી નીકળું છું, સાથીઓ.. જ્યારથી ઘર છોડ્યું છે. મને તમારી વચ્ચે રહેવામાં સુખ મળે છે. સંતોષ મળે છે.તમે જ મારો પરિવાર છો.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે બે તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે અને પરિણામો ૪મેના જાહેર થવાના છે.
આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું, એક તરફ તમને રોજગાર આપતી મિલો બંધ થઈ રહી છે અને બીજી તરફગુંડાઓને રોજગાર આપતી કાચા બોમ્બ બનાવતી ફેક્ટરીઓ ફુલીફલી રહી છે. ટીએમસીના સિન્ડિકેટનીદુકાનોનો વિસ્તાર થઈ રહ્યો છે. આ ટીએમસીનું મહા–જંગલરાજ છે. ટીએમસી પાસે બંગાળના ભવિષ્ય માટેકોઈ રોડમેપ નથી. અહીં ટીએમસીના સિન્ડિકેટની ફેક્ટરીઓનો વિસ્તાર થઈ રહ્યો છે. ટીએમસીને હરાવવી જપડશે. ભાજપ અહીં જનતા જનાર્દનનું રાજ લાવશે.
પીએમ મોદીએ કહ્યું કે બંગાળની જનતા હંમેશા દેશભક્તિ અને બલિદાન માટે જાણીતી રહી છે અને આધરતીનો ઇતિહાસ પ્રેરણાદાયક રહ્યો છે. તેમણે ઉમેર્યું કે આજની પેઢીએ પણ તે જ જુસ્સા સાથે દેશના વિકાસમાંયોગદાન આપવું જાેઈએ. ભાષણ દરમિયાન હાજર જનમેદનીએ ભારત માતા કી જયના નારા લગાવીને ઉત્સાહવ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે બંગાળમાંપરિવર્તનની જરૂર છે. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન શાસનમાં વિકાસની ગતિ ધીમી પડી છે અને લોકોયોગ્ય સુવિધાઓથી વંચિત છે. સાથે જ તેમણે મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી છે. આરેલીમાં યુવાનો અને મહિલાઓની હાજરી નોંધપાત્ર રહી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ ચૂંટણી બંગાળનાભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને વિકાસ માટે મજબૂત સરકાર જરૂરી છે.
બેરેકપુરની આ અંતિમ રેલી સાથે ભાજપે પોતાના પ્રચારને વધુ તેજ બનાવ્યો છે. રાજકીય વિશ્લેષકો માનતા છેકે આ સભા ચૂંટણીના અંતિમ તબક્કામાં મહત્વપૂર્ણ અસર કરી શકે છે.