રાજા રણછોડરાયના દર્શને આવતા ભક્તો માટે મનોરથ પડશે મોંઘા ?

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૧૫ મેના દિવસે સમગ્ર બાબતને લઈ નવો ર્નિણય લેવાશે

ટેમ્પલ કમિટી દ્વારા ભાવ વધારવાનો મામલો હાલ મોકૂફ

(સંપૂર્ણ સમાચાર સેવા)

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં ભક્તો દ્વારા કરવામાં આવતા મનોરથનો ટેમ્પલ કમિટી દ્વારા ભાવ વધારાનો મામલો સામે આવ્યા છે. ડાકોરના રાજા રણછોડને ભક્તો દ્વારા કરાવવામાં આવતા મનોરથોમાં કમિટી દ્વારા અચાનક જ લાગો વધારી દેતા ભક્તો તથા સેવક પૂજારીઓ રોષે ભરાયા હતા.

ટેમ્પલ કમિટી દ્વારા સોનાના શિખર ઉપર ચડાવવામાં આવતી ધજા જે પહેલા ૬૦૦ રૂપિયામાં ચડતી હતી તે જ ધજાના ૨૫૦૦ કરવામાં આવ્યા હતા સેવક ભાઈઓ અને ભક્તોનો વિરોધ જોતા ટેમ્પલ કમિટી દ્વારા આ ભાવ વધારાને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી ૧૫ તારીખે આ ર્નિણય બાબતમાં સેવક આગેવાનો સાથે ચેરમેન અને ટ્રસ્ટી ચર્ચા કરશે. ૧૫ મેના દિવસે સમગ્ર બાબતને લઈ નવો ર્નિણય લેવામાં આવશે.

પૂજા વિધિઓના ભાવમાં ત્રણથી વધારે વધારો

થોડા દિવસ પહેલા ડાકોર મંદિરમાં ભક્તો પર મોંઘવારીનો માર જોવા મળ્યો હતો. મનોરથના લાગામાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો.ગરીબોના બેલી ગણાતા રાજા રણછોડરાયના દર્શને આવતા ભક્તો માટે હવે મનોરથ કરવા મોંઘા બનશે તેવું લાગી રહ્યો હતો.

ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભક્તો દ્વારા કરવામાં આવતા વિવિધ મનોરથોના દર માં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો હતો. મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલા નવા ફેરફાર મુજબ વિવિધ સેવાઓના દર નીચે મુજબ રાખવામાં આવ્યા હતા.

ધજા ચડાવવાથી લઈને રાજભોગ સુધીની તમામ પૂજા વિધિઓના ભાવમાં સીધો બમણો કે તેનાથી પણ વધુ વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો ર્નિણય મોકૂફ રાખવામાં આવ્યો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.