Last Updated on by Sampurna Samachar
ચૂંટણી પ્રચારનો સુપર સન્ડે, અંજલીબેન પ્રચારના મેદાનમાં
અંજલિબેન રૂપાણી પણ પ્રચાર મેદાને જોવા મળ્યાં પરંતુ તેઓ આ સમયે વિજય રૂપાણીને યાદ કરીને ભાવુક થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. પ્રચારનો આ અંતિમ સેન્ડ હોવાથી ઉમેદવાદો પ્રચારમાં વ્યસ્ત છે. ઉમેદવાદો પ્રચારના મેદાને ઉતરી પડ્યાં છે. આ દરમિયાન સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પત્ની પણ આજે પ્રચારકાર્યમાં વ્યસ્ત જોવા મળ્યાં હતા. રાજકોટના વોર્ડ નંબર ૧૦માં અંજલીબેન રૂપાણી પ્રચંડ પ્રચાર કરી રહયાં છે. વોર્ડ નં.૧૦ રાજકોટનો સૌથી હાઈપ્રોફાઈલ વિસ્તાર છે. વોર્ડ નં.૧૦માં ભાજપે ઘનશ્યામભાઈ હેરભાને ટિકિટ આપી છે.

વોર્ડ નં.૧૦ હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. વિજય રૂપાણીના પત્ની અંજલિ બહેન આજે ભાજપે ઘનશ્યામભાઈ હેરભાને જીતાડવા માટે પ્રચાર મેદાને ઉતાર્યા છે. તેમણે ઉમેદવાર ઘનશ્યામભાઈ હેરભાને સાથે મંદિરના દર્શન કર્યાં અને વોર્ડ નંબર ૧૦માં ભાજપના ઉમેદવારની જીતના સંકલ્પ સાથે પ્રચાર કરી રહ્યાં છે.
રાજકારણમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનું યોગદાન
જો કે તેઓ આ સમયે સ્વર્ગસ્થ વિજય રૂપાણીને યાદ કરીને ભાવુક થયા હતા અને તેમણે આંસુ ભરેલી આંખે તમને યાદ કર્યાં હતા. રંગીલા રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પ્રચારનું કાર્ય તેજ બન્યું છે. આ સમયે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણ ની ખોટ સંગઠનમાં સૌ કોઇને સાલી રહી છે. તેમનું નેતૃત્વ હંમેશા પાયાનું રહ્યું છે.રાજકોટના રાજકારણમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનું યોગદાન અનન્ય રહ્યું છે.
ચૂંટણીમાં ભાજપના કાર્યકરો તેમની ખોટ અનુભવી રહ્યા છે. વિજયભાઈ પાસે વોર્ડ દીઠ જ્ઞાતિગત સમીકરણો ઉકેલવાની અને અગાઉથી સચોટ આયોજન કરવાનું કૌશલ્ય હતું. આજે અંજલી બેન જ્યારે રાજકોટ વોર્ડ નંબર દસમાં પ્રચાર માટે પહોંચ્યાં ત્યારે વિજય રૂપાણીની ચિર વિદાય બાદ રાજ્યમાં આ પહેલી ચૂંટણીનો અવસર હોવાથી તેઓ તેમના અભાવનો અનુભવ કરે તે સ્વાભાવિક છે અને આ સમયે તેઓ જયારે પ્રચાર માટે પહોંચ્યા તો તેમની આંખમાં આશુ હતા. તેઓ ભાવુક થઇ ગચા હતા.
ઉલ્લેખનિય છે કે,સ્વર્ગસ્થ વિજયભાઇ રૂપાણી પાસે વોર્ડ દીઠ જ્ઞાતિગત સમીકરણો ઉકેલીને તે રીતનું આયોજન કરવાની ક્ષમતા હતી. જેની ખોટ આ ચૂંટણીમાં સંગઠનના લોકો અનુભવી રહ્યાં છે.
રાજકોટમાં નારાજ લોહાણા સમાજે ટિકિટમાં ભાજપે અન્યાય કર્યાના આરોપ સાથે મોરચો માડ્યો છે. છ ટિકિટની માગણી સામે ૩ ટિકિટ મળતા જ સમાજમાં નારાજગી જાેવા મળી રહી છે. રાજકોટના જાગનાથ મંદિર પાસે લોહાણા સમાજનું સંમેલન મળ્યું હતું. લોહાણા સમાજના સંમેલનમાં કોંગ્રેસના આગેવાનો પણ જોવા મળ્યા હતા. લોહાણા સમાજે ભાજપના નેતાઓએ કિન્નાખોરી રાખી ટિકિટ કાપી હોવાનો આરોપ છે.