Last Updated on by Sampurna Samachar
મરાઠી નહીં આવડતું હોય તો પણ મહારાષ્ટ્રમાં ઓટો–ટેક્સી ચલાવી શકશો
સરકારનો ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે જે ડ્રાઈવર બહારના રાજ્યોમાંથી આવે છે, તે સ્થાનિક યાત્રીઓસાથે સારી રીતે સંવાદ કરી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કામ કરી રહેલા ઓટો અને ટેક્સી ડ્રાઈવરો માટે ભાષા સંબંધિત નિયમોને લઈને એકમહત્ત્વની ઘોષણા કરી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસની સરકારે તમામ ડ્રાઈવરોને મરાઠી ભાષા શીખવા માટે ૬મહિનાનો વધારાનો સમય આપ્યો છે. નવા દિશા નિર્દેશ અનુસાર, ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધી તમામ બિન મરાઠીડ્રાઈવરોને પાયાની મરાઠી ભાષાનું જ્ઞાન હોવું જરુરી છે.

આ રાહત ગાળાની સૌથી મોટી વાત એ છે કે આગામી૧૫ ઓગસ્ટ સુધી કોઈ પણ ડ્રાઈવરનું લાઈસન્સ, પરમિટ અથવા બેચ રદ નહીં કરવામાં આવે. સરકારનો ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે જે ડ્રાઈવર બહારના રાજ્યોમાંથી આવે છે, તે સ્થાનિક યાત્રીઓ સાથે સારીરીતે સંવાદ કરી શકે અને રાજ્યની સંસ્કૃતિ સાથે તાલમેલ બેસાડી શકે. આ ર્નિણય ડ્રાઈવરો માટે એક મોટીરાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.
રાહતનો સમય: મહારાષ્ટ્ર સરકારે ડ્રાઈવરોને ૬ મહિનાનો વધારાનો સમય આપ્યો છે, જે ૧૫ ઓગસ્ટ ૨૦૨૬નારોજ સમાપ્ત થાય છે.
કાર્યવાહી પર રોક: આ સમય મર્યાદા સુધી કોઈ પણ ડ્રાઈવરનું લાઈસન્સ, પરમિટ અથવા બેચ રદ કરવામાંઆવશે નહીં, જેનાથી હજારો પરિવારોને સુરક્ષા મળી છે.
અનિવાર્યતાની છૂટ– છૂટ ખાલી સમયની છે, નિયમ અંતર્ગત તમામ બિન મરાઠી ડ્રાઈવરોને બેસિક મરાઠીબોલવા અને સમજવાનું શીખવું ફરજિયાત રહેશે.
સંવાદ પર ભાર– સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે સ્થાનિક યાત્રીઓ અને ડ્રાઈવરો વચ્ચે ભાષાસંબંધિત કોઈ અડચણ ન આવે.
રાજકીય સંદેશ– મુખ્યમંત્રી ફડણવીસનું આ પગલું ભાષા પ્રત્યે સન્માન અને પ્રવાસી કામગારો વચ્ચે સંતુલનબનાવવાની કોશિશ છે.