Last Updated on by Sampurna Samachar
લઘુતમ પગાર રૂ.૧૮,૦૦૦થી વધીને રૂ.૬૯,૦૦૦ થવાની શક્યતા
પંચના રિપોર્ટ બાદ સરકાર લેશે અંતિમ ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના ૪૫ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચને લઈને મોટા સમાચારસામે આવ્યા છે. આઠમા પગાર પંચે હવે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દીધી છે, જેમાં પંચની ટીમઅલગ–અલગ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો કરી રહી છે. હાલમાં જ ઉત્તરાખંડનાસંગઠનો સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ, હવે ૨૮થી ૩૦ એપ્રિલ દરમિયાન દિલ્હીમાં એક મોટી બેઠક યોજાવાની છે. ત્યારબાદ મે મહિનામાં મહારાષ્ટ્રના વિવિધ સંગઠનો પાસેથી પ્રતિભાવો લેવામાં આવશે.

કર્મચારી સંગઠનોના સંયુક્ત મંચ દ્વારા સરકાર સમક્ષ ફિટમેન્ટ ફેક્ટર વધારીને ૩.૮૩૩ કરવાની જોરદાર માંગ કરવામાં આવી છે. જો સરકાર આ માંગ સ્વીકારી લે, તો કર્મચારીઓના પગારમાં મોટોઉછાળો જોવા મળી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અત્યારે જે લઘુતમ બેઝિક પે રૂ.૧૮,૦૦૦ છે, તેનેવધારીને રૂ.૬૯,૦૦૦ કરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થાની ગણતરી માટેછેલ્લા ૧૨ મહિનાની સરેરાશને આધાર બનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.
નવા પગાર પંચમાં અન્ય એક મોટો ફેરફાર પરિવારના સભ્યોની સંખ્યાને લઈને હોઈ શકે છે. અત્યાર સુધી ૩યુનિટના પરિવારને ધ્યાનમાં રાખીને ભથ્થા નક્કી થતા હતા, પરંતુ હવે ૫ યુનિટના પરિવારને આધાર બનાવવાનીમાંગ ઉઠી છે. પંચ માત્ર બેઝિક સેલેરી જ નહીં, પણ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, હાઉસ રેન્ટ એલાઉન્સ અને અન્ય સેવા શરતોની પણ સમીક્ષા કરી રહ્યું છે. સરકાર દ્વારા જાન્યુઆરી ૨૦૨૫માં રચાયેલા આ પંચે ૧૮મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપવાનો છે, ત્યારબાદ જ નવા પગાર ધોરણો લાગુ કરવા અંગે અંતિમ ર્નિણયલેવાશે.