Last Updated on by Sampurna Samachar
ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે ૨૫ લાખ ટન યુરિયા ખરીદ્યું
ચિંતાની વાત એ છે કે માત્ર બે મહિનાના ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયાની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મીડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના કૃષિ ક્ષેત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ખાતરનીજરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારત એક જ ટેન્ડરમાં રેકોર્ડ ૨૫ લાખ મેટ્રિક ટન યુરિયા આયાત કરવા જઈરહ્યું છે.જો કે, ચિંતાની વાત એ છે કે માત્ર બે મહિનાના ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયાની કિંમતોલગભગ બમણી થઈ ગઈ છે.

અહેવાલો અનુસાર, ઈન્ડિયન પોટાશ લિમિટેડએ આ ખરીદી માટેની ડીલ ફાઈનલ કરી છે. અગાઉનાટેન્ડરમાં પશ્ચિમ કિનારા માટે યુરિયા અંદાજે ૫૦૮ ડૉલર પ્રતિ ટન હતું, જે હવે વધીને ૯૩૫ ડૉલર પ્રતિ ટન થઈગયું છે. તેવી જ રીતે, પૂર્વ કિનારા માટે જે ભાવ ૫૧૨ ડૉલર હતો, તે હવે ૯૫૯ ડૉલર પ્રતિ ટન પર પહોંચી ગયોછે. આમ, વૈશ્વિક તંગદિલીને કારણે ભારતે લગભગ બમણા ભાવ ચૂકવવા પડી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધુ વધારો
ભારત વિશ્વનો સૌથી મોટો યુરિયા આયાતકાર દેશ છે. વર્ષ ૨૦૨૫માં ભારતને અંદાજે ૧ કરોડ ટન યુરિયાનીજરૂરિયાત રહેવાની છે, જેની સામે આ ૨૫ લાખ ટનનો જથ્થો કુલ જરૂરિયાતનો ચોથો ભાગ પૂર્ણ કરશે. જો કે, આયાત મોંઘી થવાથી ભારત સરકાર પર સબસિડીનો બોજ અસહ્ય બનશે. સરકાર ખેડૂતોને સસ્તા દરે ખાતર પૂરું પાડવા માટે કંપનીઓને સબસિડી આપે છે, જેનો ખર્ચ હવે આસમાને પહોંચશે.
નિષ્ણાતોના મતે, ભારત દ્વારા કરવામાં આવેલી આટલી મોટી ખરીદીને કારણે વૈશ્વિક બજારમાં અન્ય દેશો માટેયુરિયાની અછત સર્જાઈ શકે છે.સપ્લાયર્સ પાસે મર્યાદિત સ્ટોક હોવાથી અને મોટાભાગનો જથ્થો ભારત તરફ આવવાનો હોવાથી આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.