Last Updated on by Sampurna Samachar
રીક્ષાના ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
તલાશી લેતા રિક્ષાના ચોરખાનામાંથી વિદેશી દારૂની ૧૮૦ મિલીની ૨૪૦ બોટલ મળી આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શહેરનાદાણીલીમડા વિસ્તારમાં જાહેર રોડ પર ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને પોલીસે રીક્ષાના ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દાણીલીમડાના પીરાણા વોટર પંપ અને એમ.ડી. ફાર્મ પાસેવોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ ઓટો રિક્ષા પસાર થતા તેને અટકાવી તપાસ કરવામાં આવીહતી. તલાશી લેતા રિક્ષાના ચોરખાનામાંથી વિદેશી દારૂની ૧૮૦ મિલીની ૨૪૦ બોટલ મળી આવી હતી. પોલીસેસ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી તેને કાયદાના સકંજામાં લીધો છે.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન માત્ર દારૂ જ નહીં, પરંતુ ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા અને મોબાઇલ ફોનપણ જપ્ત કર્યા છે. આ સમગ્ર કામગીરીમાં કુલ રૂ. ૧,૦૧,૭૪૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યોહતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે.