Last Updated on by Sampurna Samachar
આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આ પ્રકારનું કથિત નિવેદન આપ્યું.
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આપેલા નિવેદન પર બુધવારે કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશનો આરોપ છે કે શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશનની બેઠકમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને ક્લીન ચીટ આપી દીધી.

તેમણે આરોપ લગાવ્યો કે રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આ પ્રકારનું કથિત નિવેદન આપ્યું છે.કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કર્યો કે પાકિસ્તાનને લઈને ભારતે નવો દૃષ્ટિકોણ અપનાવ્યો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાને ખુશ કરવાની નીતિનો હિસ્સો છે અને ચીન સામે સંતુલિત આત્મ સમર્પણનો ભાગ છે.
શું પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર નથી?
જયરામ રમેશે મોદી સરકાર પર નિશાન સાધવા માટે સોશિયલ મીડિયા પર રાજનાથ સિંહના બિશ્કેકવાળા સંબોધનની એક નાની વીડિયો ક્લિપ પણ શેર કરી છે. જેમાં સંરક્ષણ મંત્રી કહી રહ્યા છે કે, આપણે એ ન ભૂલવું જોઈએ કે આતંકવાદનો કોઈ દેશ હોતો નથી અને ન તો કોઈ ધર્મ. આતંકવાદ અને માનવીય નુકસાન માટે કોઈપણ કારણ, પછી તે વાસ્તવિક હોય કે કાલ્પનિક, તે વ્યાજબી નથી.
આ જ આધારે કોંગ્રેસ નેતાએ મોદી સરકાર પર એવું કહીને હુમલો કર્યો છે કે શું પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર નથી? શું પાકિસ્તાનમાં એવા આતંકી કેમ્પ નથી, જેનું નિશાન ભારત છે?
ગઈકાલે સંરક્ષણ મંત્રીએ, સ્પષ્ટપણે વડાપ્રધાનની સ્વીકૃતિ અને તેમના નિર્દેશ પર, બિશ્કેકમાં બોલતાપાકિસ્તાનને શરમજનક ક્લીન ચીટ આપી દીધી. સંરક્ષણ મંત્રીના આ ચોંકાવનારા નિવેદનો એટલા જ રાષ્ટ્રવિરોધી છે, જેટલી ૧૯ જૂન, ૨૦૨૦ના રોજ ચીનને લઈને વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી વિચિત્ર ક્લીન ચીટહતી.
કોંગ્રેસ નેતાએ સવાલ કર્યો કે શું પાકિસ્તાનમાં ભારત વિરોધી વિચારને આગળ વધારવામાં નથી આવતો. તેમણે આ માટે મુંબઈ અને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને તેના આતંકવાદીઓના ત્યાંથી જોડાયેલા તારનો પણ હવાલો આપ્યો છે. તેમણે આગળ લખ્યું-, સાફ છે કે પાકિસ્તાન પ્રત્યે આ નવોઅભિગમ છે, જે અમેરિકાને ખુશ કરવા માટે અને ચીન સામે એક રીતે સમર્પણની વડાપ્રધાનની નીતિનો જ ભાગછે.
સંરક્ષણ મંત્રીએ કોન્ક્લેવને સંબોધિત કરી હતી. જેમાં તેમણે એ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધું કે ઓપરેશનસિંદૂર એ ભારતના એ સંકલ્પને પ્રદર્શિત કર્યો છે કે આતંકવાદના કેન્દ્રો ઉચિત દંડથી સુરક્ષિત નથી. તેમણે નામલીધા વિના સીધો પાકિસ્તાન તરફ ઇશારો કરતાં પ્રભાવશાળી દેશોને રોકડું પરખાવી દીધું કે રાજ્ય–પ્રાયોજિતસીમા પારના આતંકવાદને નજરઅંદાજ ન કરો અને તેના પર કોઈનું બેવડું વલણ નહીં ચાલે.