પોતાની હાર માટે આખી દુનિયાને દોષી ઠેરવે છે કોંગ્રેસ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો

ચૂંટણીમાં ૧૦૦ બેઠકોનો આંકડો પણ પાર કરી શકી નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં સભા ગજવી હતી. જેમાં તેમને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. વડાપ્રધાન મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ચૂંટણી હાર માટે આખી દુનિયાને દોષી ઠેરવે છે અને આ બધું તેના અહંકારને કારણે છે.

કોંગ્રેસ પાર્ટીએ તમિલનાડુમાં પોતાના સહયોગી DMK ને પણ છેતર્યા છે. જ્યાં એક તરફ ભાજપ ચૂંટણીમાં જીત મેળવી રહ્યો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ (જેની પાસે લગભગ ૪૦ વર્ષ પહેલા ૪૦૦થી વધુ બેઠકો હતી. છેલ્લા ત્રણ લોકસભા ચૂંટણીમાં ૧૦૦ બેઠકોનો આંકડો પણ પાર કરી શકી નથી. તેમ છતાં કોંગ્રેસ અને તેના સમર્થકોનો અહંકાર એટલો વધારે છે કે તેઓ પોતાની હાર માટે આખી દુનિયાને દોષી ઠેરવે છે.

DMK સાથેના ગઠબંધનને કારણે કોંગ્રેસ સત્તામાં ટકી રહી

બેંગલુરુમાં HAL એરપોર્ટ પાસે આયોજિત જનસભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો હતો, કહ્યું કે, તેઓ બંધારણ, લોકશાહી, બંધારણીય સંસ્થાઓ અને કોર્ટને દોષી ઠેરવે છે. મારી રાજકીય કારકિર્દીમાં મેં ક્યારેય કોઈ મુખ્ય પ્રવાહની રાજકીય પાર્ટીને આવું વર્તન કરતા જોઈ નથી. તેઓ હારમાં એટલા ઊંડા ડૂબી ગયા છે કે તેમની પાસે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

ભાજપ સરકારો માટે લોકોનું કલ્યાણ જ સર્વસ્વ છે. ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અમારો નારો સૌનું કલ્યાણ છે અને અમારું મોડેલ સુશાસન છે. આ જ કારણ છે કે લોકો ભાજપને બીજી અને ત્રીજી વાર પણ પોતાની સેવા કરવાની તક આપી રહ્યા છે.

તેમણે કહ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર ડ્ઢસ્દ્ભના સમર્થનથી જ ચાલી શકી હતી. પરંતુ શું થયું? આટલા લાંબા સમયથી ચાલી રહેલા સંબંધો હોવા છતાં અને ડ્ઢસ્દ્ભ હંમેશા કોંગ્રેસ પાર્ટીના હિતમાં કામ કરતી હોવા છતાં, જેવું સત્તાનું પલડું બદલાયું, કોંગ્રેસે તક મળતા જ DMK ની પીઠમાં છરો ભોંકી દીધો.

પીએમ મોદીએ કહ્યું કે, તેલંગાણામાં પણ એવી સ્થિતિ છે કે ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં હોય છે, ત્યાં કાં તો તુષ્ટિકરણનું રાજકારણ કરવા માટે સરકારી તિજોરી લૂંટવામાં આવે છે અથવા લૂંટેલા પૈસાને લઈને અંદરોઅંદર ઝઘડો થાય છે.

કોંગ્રેસની ઓળખ એક છેતરપિંડી કરનારી પાર્ટી તરીકે બની ગઈ છે અને તેથી જ, જ્યારે પણ તેને તક મળે છે, ત્યારે તે પોતાના જ નેતાઓને છેતરે છે. એટલે જ કહેવાય છે કે એવું કોઈ નથી જેને કોંગ્રેસે છેતર્યા ન હોય. તમિલનાડુમાં કોંગ્રેસના ડીએમકે સાથે ૩૦ વર્ષથી મજબૂત સંબંધો હતા. DMK સાથેના ગઠબંધનને કારણે જ કોંગ્રેસ સત્તામાં ટકી રહી હતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.