Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે
લગ્ન ૩૦ નવેમ્બરના રોજ સાદગીથી થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ એક પ્રશંસનીય પગલું ભરીને સમાજમાં નવો આદર્શ સ્થાપિત કરી રહ્યા છે. તેઓ પોતાના નાના પુત્ર ડો. અભિમન્યુ યાદવના લગ્ન સામાન્ય રીતે આર્થિક રીતે નબળા લોકો માટે આયોજિત થતા સામૂહિક વિવાહ સમારોહ દરમિયાન યોજી રહ્યા છે.

જ્યારે આજના યુગમાં લગ્ન મોટાભાગે સ્ટેટસ સિમ્બોલ અને સંપત્તિ તથા આર્થિક તાકાતના પ્રદર્શનના અવસરમાં ફેરવાઈ ગયા છે, ત્યારે ઝ્રસ્નો આ ર્નિણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મુખ્યમંત્રીના પુત્ર ડો. અભિમન્યુ યાદવ અને તેમના થનારા વહુ ડો. ઇશિતા યાદવ પટેલ(બંને ડોક્ટર છે)ના લગ્ન ૩૦ નવેમ્બરના રોજ ઉજ્જૈનના શિપ્રા તટ પર યોજાશે.
સમાજમાં સાદગી અને કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ
અખિલ ભારતીય યાદવ મહાસભા દ્વારા આયોજિત આ સામૂહિક વિવાહ સમારોહમાં ઝ્રસ્ના પુત્ર સહિત ૨૧ અન્ય યુગલોના લગ્ન પણ થશે. સૌથી ખાસ વાત એ છે કે, મુખ્યમંત્રીના પુત્ર માટે કોઈ વિશેષ વ્યવસ્થા, સજાવટ કે તામઝામ કરવામાં આવી રહ્યો નથી. મુખ્યમંત્રીના પુત્રના લગ્ન બાકીના તમામ યુગલોની જેમ જ સંપૂર્ણ સાદગીથી થશે. આયોજનની તૈયારીમાં જોડાયેલા લોકોએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ તેમના આમંત્રણ પત્રોમાં ખાસ વિનંતી કરી છે કે આમંત્રિતો કોઈપણ પ્રકારની ભેટ ન આપે.
મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા પોતાના સંતાનના લગ્ન સાધારણ રીતે કરવાની આ પ્રથમ ઘટના નથી. ગયા વર્ષે તેમના મોટા પુત્ર વૈભવના લગ્ન પણ રાજસ્થાનમાં ખૂબ જ સાધારણ રીતે કરવામાં આવ્યા હતા. ઝ્રસ્ની આ પહેલની વ્યાપક ચર્ચા થઈ રહી છે અને આ નિશ્ચિતપણે એવા લોકો માટે એક મોટો સંદેશ છે, જેઓ લગ્નના ખર્ચ પાછળ પોતાની આખી બચત લગાવી દે છે અથવા તો કરજ લઈને ખર્ચ કરે છે. આ ર્નિણય સમાજમાં સાદગી અને કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડે છે.