ફ્લોર ટેસ્ટમાં CM સમ્રાટ ચૌધરી પાસ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળની NDA સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો

NDA પાસે વિધાનસભામાં લગભગ ૨૦૧ ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે બહુમત માટે ૧૨૨ના આંકડાથી જરૂરી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

 બિહારના રાજકારણમાં એક મોટો દિવસ રહ્યો હતો જ્યારે સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળની NDA સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. સરકારે ધ્વનિ મતના આધાર પર સરકારે સરળતાથી વિધાનસભામાં વિશ્વાસ સરળતાથી જીતી લીધો છે. કારણ કે સંખ્યાબળ અગાઉથી જ તેમના પક્ષમાં હતો.

NDA પાસે વિધાનસભામાં લગભગ ૨૦૧ ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે બહુમત માટે ૧૨૨ના આંકડાથી જરૂરી છે. આ કારણે મતદાન જરૂરી નહોતું અને ઠરાવ ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. જો કે કટાક્ષમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે સરકારને ટેકો આપવાની જાહેરાત કરી હતી. ૧૫ એપ્રિલના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના માત્ર નવ દિવસ પછી સમ્રાટ ચૌધરીએ ગૃહમાં બહુમતી સાબિત કરીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી.

“વિકસિત બિહાર”નું લક્ષ્ય તેમની સરકાર માટે પ્રાથમિકતા

વિશ્વાસ મત પછી સ્પીકર પ્રેમ કુમાર સહિત ઘણા સભ્યોએ તેમને અભિનંદન આપ્યા હતા.  ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહારો શરૂ કર્યા હતા. લાલુ પ્રસાદ યાદવના શાસનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જો  તે સમયગાળા દરમિયાન તેમના પર અત્યાચાર ન થયો હોત તો તેઓ આજે આ પદ પર ન પહોંચ્યા હોત. તેમણે નીતિશ કુમારના નેતૃત્વ અને સિદ્ધાંતોની પણ પ્રશંસા કરી હતું કે કહ્યું કે “વિકસિત બિહાર”નું લક્ષ્ય તેમની સરકાર માટે પ્રાથમિકતા રહેશે.

તેજસ્વી યાદવ પર કટાક્ષ કરતા સમ્રાટ ચૌધરીએ ટિપ્પણી કરતા કહ્યું, “જે પોતાના ઘરમાં બહેનનું સન્માન ન કરી શકે તે બીજાનું શું કરી શકે?” આ નિવેદનથી ગૃહમાં રાજકીય તાપમાન વધુ વધ્યું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે તેમની સરકાર કોઈપણ સંજોગોમાં ક્રાઈમ, કમ્યૂનલિઝમ અને કરપ્શન સાથે સમાધાન કરશે નહીં. તેમણે કહ્યું કે દ્ગડ્ઢછ સરકારે મહિલા સુરક્ષા, ખેડૂતોના હિતો અને સુશાસનને પ્રાથમિકતા આપી છે અને તે દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે. વિશ્વાસ મત સાથે સમ્રાટ ચૌધરીએ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે રાજકીય આરોપો અને પ્રતિ-આરોપ છતાં તેમની સરકાર સ્થિર અને વિકાસના એજ

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.