મુખ્યમંત્રી મમતાના વડાપ્રધાન મોદી પર પ્રહાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બધું નાટક છે, ભેળ પહેલાથી તૈયાર હતી

ગઈકાલે પીએમ મોદીએ બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન ભેળ ખાધી હતી અને દુકાનદાર સાથે રમૂજ કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પશ્ચિમ બંગાળમાં ઉપરાઉપરી ચૂંટણી રેલીઓ કરી હતી. દરમિયાનતેમણે ઝાડગ્રામમાં એક દુકાને ઝાલમુડી એટલે કે ભેળ ખાધી હતી. ત્યારથી તેમનો ભેળ વાળો વીડિયોદેશભરમાં વાયરલ થઈ ગયો છે, પરંતુ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પસંદ નથી આવ્યું. તેમણેપીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

મમતા બેનર્જીએ આને તદ્દન નાટક ગણાવતા કહ્યું છે કે, ભેળની દુકાનમાં માઈક લગાવી દીધું, પછી પાસે ભેળ બનાવડાવી જેથી એક ડ્રામા રચી શકાય! ક્યારેક ચૂંટણી સમયે તેઓ ગુફામાં જતા રહે છે, તો ક્યારેકપોતાને ચાવાળા ગણાવે છે! તેમણે ૧૦ રૂપિયા કાઢીને ભેળ ખાધી, જરા વિચારો.

લોકોને ટ્રેનો દ્વારા લાવવામાં આવે

તે ભેળ પહેલાથી તેમના માટેતૈયાર કરવામાં આવી હતી. જો  એવું નહોતું, તો દુકાનની અંદર કેમેરો કેમ લગાવવામાં આવ્યો હતો? તેમનેપૂછો. બધું ડ્રામા છે!

બેનર્જીએ કહ્યું કે, જ્યાં પણ તેઓ રેલી કરે છે, ત્યાં લોકોને ટ્રેનો દ્વારા લાવવામાં આવે છે. બહારથી ભીડ ભેગીકરવામાં આવે છે. તેમની પાસે બૂથો પર તહેનાત કરવા માટે પોતાનું જનબળ નથી. તેઓ દબાણ બનાવવા માટે એજન્સીઓનો ઉપયોગ કરે છે. મમતાએ ચેતવણી આપતા કહ્યું કે, ત્રણ અઠવાડિયા પછી સરકાર બનાવશે, તેથી  કડક નજર રાખો. કેન્દ્રીય દળોને ઈફસ્ લૂંટવાનું કામ આપવામાં આવ્યું છે. સાવધાનરહો! અમને સમાચાર મળ્યા છે કે, તેઓ મતગણતરી પ્રક્રિયામાં છેડછાડ કરવાની કોશિશ કરી શકે છે. એકઇંચ પણ પાછળ હટશો. તમારે અંત સુધી લડવું પડશે.

તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ રવિવારે ઝાડગ્રામમાં પોતાનો કાફલો રોકાવ્યો હતો અને ત્યાંના મશહૂરસ્ટ્રીટ ફૂડ ભેળનો આનંદ માણ્યો હતો. વડાપ્રધાને ક્ષણની તસવીરો અને વીડિયો પોતાના સોશિયલ મીડિયાહેન્ડલ પર પણ શેર કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, રવિવારની વ્યસ્તતા વચ્ચે પશ્ચિમબંગાળમાં ચાર જનસભાઓ દરમિયાન, મેં ઝાડગ્રામમાં કેટલીક સ્વાદિષ્ટ મસાલેદાર ભેળનો સ્વાદ માણ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ રવિવારે બંગાળના પુરુલિયા, મેદિનીપુર અને બાંકુડામાં વિશાળ જનસભાનેસંબોધિત કરી હતી. દરમિયાન તેમણે પર આકરા પ્રહારો કર્યા હતા અને દાવો કર્યો હતો કે, વખતે બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.