સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઇકોર્ટનો ચૂકાદો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના હતા પોલીસકર્મીઓ

૨૨ લોકોને નિર્દોષ જાહેર કરવાનો ચૂકાદો યથાવત

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતના બહુચર્ચિત એન્કાઉન્ટર કેસમાંથી એક સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટે ૨૧ પોલીસ કર્મચારીઓ સહિત ૨૨ લોકોને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને યથાવત રાખ્યો છે. આ તમામ લોકો પર આરોપ હતો કે, એક નકલી એન્કાઉન્ટરમાં ગુજરાત પોલીસે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિને મારી નાંખ્યા હતા.

આ ઉપરાંત સોહરાબુદ્દીન શેખની પત્ની કૌસર બીબીના હત્યાનો પણ આરોપ મૂકાયો હતો. વર્ષ ૨૦૦૫-૦૬ ના આ કેસમાં ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ વિશેષ અદાલતે તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં ૨૧ પોલસ કર્મચારી સામેલ હતા. જે ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના હતા.

૨૩ નવેમ્બર, ૨૦૦૫ ની આ ઘટના

વિશેષ અદાલતના ર્નિણયને સોહરાબુદ્દીનના બે ભાઈઓએ એપ્રિલ, ૨૦૧૯ માં હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલામાં ૭ વર્ષ બાદ ઉચ્ચ ન્યાયાલયે ર્નિણય આપ્યો છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ભારતમાં સૌથી ચર્ચિત એન્કાઉન્ટરમાંથી એક કહેવાય છે. જે એ સમયે બહુ ચર્ચામાં રહ્યો હતો. આ એન્કાઉન્ટર એ દરમિયાન થયો હતો, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે વિપક્ષે તેઓને આ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલાની તપાસ શરૂઆતમાં ગુજરાતની સ્ટેટ સીઆઈડી ક્રાઈમે કરી હતી. જેમાં ગુજરાત એટીએસની ટીમ પણ સામેલ હતી.

ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૦ માં આ મામલાની તપાસ CBI  ને સોંપી હતી. આ ઉપરાંત કેસની ટ્રાયલ પણ ગુજરાત બહાર મુંબઈના સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮ માં ટ્રાયલ કોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું હતું કે, સોહરાબુદ્દીન એક આરોપી હતો. તેની હત્યા, અપહરણ અને ખંડણી જેવા ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની વિરુદ્ધ ગુજરાત અને રાજસ્થાનમાં અનેક કેસ ચાલી રહ્યા હતા. આ મામલામાં સીબીઆઈએ ત્યારે દાવો કર્યો હતો કે, ત્રણેયને લક્ઝરી બસમાંથી અપહરણ કરાયા હતા, જ્યારે તેઓ હૈદરાબાદથી સાંગલી જઈ રહ્યા હતા. ૨૩ નવેમ્બર, ૨૦૦૫ ની આ ઘટના છે.

CBI નો દાવો હતો કે, સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર નવેમ્બર ૨૦૦૫ માં અમદાવાદમાં થયું હતું. તો આરોપી પોલીસવાળાઓનો દાવો હતો કે, સોહરાબુદ્દીન આતંકીઓના ગ્રુપના સંપર્કમાં હતો, તે કોઈની હત્યાના હેતુથી અમદાવાદ પહોંચ્યો હતો. તેના બાદ નવેમ્બરમાં જ કૌસરબીને મારવામાં આવી હતી.

અરજી કરનારાઓનું કહેવું હતું કે, ટ્રાયલ યોગ્ય રીતે થઈ નથી, અને અનેક મહત્વના સબૂતો પર યોગ્ય રીતે વિચાર કરવામાં આવ્યો નથી. તેઓએ આરોપ મૂક્યો કે, વિશેષ CBI અદાલતે ખોટી ધારણા અને નબળા સબૂતોના આધાર પર ર્નિણય સંભળાવ્યો છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, અભિયોજન પક્ષને મેજિસ્ટ્રેટ સામે સાક્ષી તરીકે બોલાવાયા ન હતા.

આ કિસ્સો ૨૩ નવેમ્બર, ૨૦૦૫ નો છે. સોહરાબુદ્દીન શેખ તેની પત્ની કૌસર બી અને સાથી તુલસીરામ પ્રજાપતિ સાથે કથિત રીતે હૈદરાબાદથી સાંગલી જઈ રહ્યો હતો, ત્યારે તેને બસમાંથી ઉઠાવી લેવાયો હતો. તેના બાદ CBI એ દાવો કર્યો કે, સોહરાબુદ્દીન અને પ્રજાપતિને એક નકલી એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યો હતો. જ્યારે કૌસરબીની હત્યા કરવામા આવી હતી, અને તેના મૃતદેહને સગેવગે કરાયો હતો. કેસની તપાસ CBI એ કરી હતી. આ કેસ પહેલા ગુજરાતમાં દાખલ કરાયો હતો, પરંતું વર્ષ ૨૦૧૨ માં સુપ્રીમ કોર્ટના આદેશ પર મુંબઈ ટ્રાન્સફર કરવામા આવ્યો હતો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.