અનંત અંબાણીની કોલંબિયા સરકારને હૃદયસ્પર્શી અપીલ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વનતારામાં કોલંબિયાના ૮૦ હિપ્પોને મળશે નવું જીવન

કોલંબિયા સરકારે વધતી જતી સંખ્યા અને ઇકોસિસ્ટમને નુકસાનના નામે આ પ્રાણીઓને મારી નાખવાનો આદેશ આપ્યો છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

કોલંબિયાની મેગડાલેના નદીના પટમાં વસતા ૮૦ હિપ્પોપોટેમસ પર તોળાઈ રહેલા મોતના સંકટને ટાળવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને વનતારાના સ્થાપક અનંત અંબાણી આગળ આવ્યા છે. કોલંબિયા સરકારે વધતી જતી સંખ્યા અને ઇકોસિસ્ટમને નુકસાનના નામે આ પ્રાણીઓને મારી નાખવાનો આદેશ આપ્યો છે.

આ ર્નિણય સામે અનંત અંબાણીએ વૈજ્ઞાનિક અને માનવીય વિકલ્પ રજૂ કરતા જણાવ્યું છે કે, આ જીવંત પ્રાણીઓનો કોઈ વાંક નથી, તેથી તેમને બચાવવા એ આપણી નૈતિક જવાબદારી છે.અનંત અંબાણીએ કોલંબિયાના પર્યાવરણ મંત્રીને પત્ર લખીને આ ૮૦ હિપ્પોને સુરક્ષિત રીતે પકડી, તેમનું સ્થળાંતર કરી ગુજરાતના જામનગરમાં આવેલા વનતારા કેન્દ્રમાં આજીવન સંભાળ પૂરી પાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

નાણાકીય, વૈજ્ઞાનિક અને વહીવટી સહાય પૂરી પાડવા તૈયાર

વનતારા વિશ્વનું સૌથી મોટું વન્યજીવ બચાવ અને સંરક્ષણ કેન્દ્ર છે, જ્યાં આ પ્રાણીઓને તેમના કુદરતી આવાસ જેવું જ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. વનતારા આ સમગ્ર પ્રક્રિયા માટે જરૂરી તમામ નાણાકીય, વૈજ્ઞાનિક અને વહીવટી સહાય પૂરી પાડવા તૈયાર છે.

પોતાની દરખાસ્તમાં અનંત અંબાણીએ સ્પષ્ટ કર્યું છે કે કરુણા અને જાહેર સુરક્ષા વિરોધી નથી. યોગ્ય આયોજન અને વિજ્ઞાનના ઉપયોગથી નદી કિનારાના સમુદાયોનું રક્ષણ કરવાની સાથે આ મૂંગા જીવોનો જીવ પણ બચાવી શકાય છે. વનતારા પાસે વેટરનરી લીડરશિપ અને આંતરરાષ્ટ્રીય સ્તરના બાયો-સિક્યોરિટી પ્રોટોકોલ્સ ઉપલબ્ધ છે, જે કોલંબિયાની તમામ શરતોને આધીન રહીને કામ કરશે. આ પહેલ પ્રાણી કલ્યાણ પ્રત્યે તેમની વર્ષો જૂની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેના માટે તેમને ‘ગ્લોબલ હ્યુમેન એવોર્ડ‘ પણ મળ્યો છે.

કોલંબિયામાં હિપ્પોની સંખ્યા ૧૯૮૦ના દાયકાથી સતત વધી રહી છે, જેને ત્યાં ‘આક્રમક પ્રજાતિ‘ તરીકે જાહેર કરાઈ છે. વનતારાએ અપીલ કરી છે કે જ્યાં સુધી આ વૈકલ્પિક દરખાસ્તનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી તેમને મારવાનો ર્નિણય મોકૂફ રાખવો જોઈએ. જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે, તો ભારત વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ પૂરું પાડશે. આ સમગ્ર પ્રક્રિયા ભારત અને કોલંબિયા સરકાર તેમજ આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓની મંજૂરી બાદ જ હાથ ધરવામાં આવશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.