Last Updated on by Sampurna Samachar
રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન
આ દરમિયાન આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાના પરિણીતી ચોપરા સાથેના લગ્નની ક્રેડિટ પણ લઈ લીધી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપનાર રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને અરવિંદ કેજરીવાલના પક્ષ વચ્ચે હાલમાં આરોપ–પ્રત્યારોપ ચરમસીમાએ છે. શુક્રવારે AAP ના સંસદીય દળમાંભંગાણની જાહેરાત કરનાર રાઘવ ચઢ્ઢા જ્યાં પોતાની જૂની પાર્ટી પર ભડાસ કાઢી રહ્યા છે, તો બીજી તરફથી AAP દ્વારા તેમને ઉપકાર ગણાવતા ગદ્દાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન આમ આદમીપાર્ટીએ રાઘવ ચઢ્ઢાના પરિણીતી ચોપરા સાથેના લગ્નની ક્રેડિટ પણ લઈ લીધી છે.હકીકતમાં રાઘવ ચઢ્ઢાએ સોમવારે ફરી એકવાર વીડિયો મેસેજ દ્વારા જણાવ્યું કે શા માટે તેમણે આટલો મોટોર્નિણય લીધો. તેમણે કહ્યું કે, હું કારકિર્દી છોડીને રાજકારણમાં આવ્યો અને એક પાર્ટીનો સ્થાપક સભ્યબન્યા. પાર્ટીને ૧૫ વર્ષ આપ્યા અને લોહી–પરસેવાથી સીંચી.
રાજકારણ માટે કરવાના ત્રણ વિકલ્પો હતા
હવે પાર્ટીનું વાતાવરણ ઝેરી થઈ ગયું છે અને તેકેટલાક ભ્રષ્ટ લોકોના હાથમાં ફસાઈ ગઈ છે જેઓ દેશ માટે નહીં પણ પોતાના ફાયદા માટે કામ કરી રહ્યા છે. મારી પાસે રાજકારણ છોડવા, પાર્ટીમાં રહીને ઘણું બધું ઠીક કરવા અને મારી ઊર્જાનો ઉપયોગ સકારાત્મક રાજકારણ માટે કરવાના ત્રણ વિકલ્પો હતા.
આ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ પક્ષનું વાતાવરણ ખરાબ થવા પર નોકરી બદલવાનું ઉદાહરણ આપતા કહ્યું, ‘તમેજ્યાં નોકરી કરો છો ત્યાંનું વાતાવરણ જો ઝેરી થઈ જાય, જો તમને ત્યાં કામ કરતા રોકવામાં આવે, તમારીમહેનતને દબાવવામાં આવે, ચૂપ કરવામાં આવે તો તમે શું કામ કરી શકશો? આવા કિસ્સામાં કામનું સ્થળ જબદલવું જ શ્રેષ્ઠ હોય છે.’
રાઘવ ચઢ્ઢાના આ વીડિયોનો જવાબ આપવા માટે AAP ના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ વીડિયોદ્વારા જ હાજર થયા.
તેમણે ભાજપમાં જોડાઈ ગયેલા ચઢ્ઢાને જવાબ આપતા કહ્યું કે ‘નોકરી બદલીએ છીએ ત્યારે વિચારધારા સાથેકંઈ લેવાદેવા નથી હોતી, પરંતુ પાર્ટીમાં વિચારધારાના કારણે જોડાય છે.’
ભારદ્વાજે એમ પણ કહ્યું કે કંપની બદલતી વખતે લોકો ત્રણ મહિનાની નોટિસ આપે છે, જે પણ જ્ઞાન છે તેનુંઆદાન પ્રદાન કરે છે. આ કરવું એ જવાબદારી હોય છે. નોકરી છોડતી વખતે લોકો તેને બરબાદ કરવાનુંકાવતરું નથી કરતા. ઈડ્ઢનો સકંજાે કસાતા નક્કી કર્યું કે ભાજપમાં જશે અને કોઈને જણાવ્યું પણ નહીં.
આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે કહ્યું કે ‘રાઘવ ચઢ્ઢાએ ભાજપ સાથે મળીનેકાવતરું કર્યું. તેમણે પોતાની એક અલગ છબી બનાવવાનો પ્રયત્ન કર્યો અને તેમાં ભાજપ સરકાર મદદ કરી રહીહતી. જે પણ મુદ્દા કેન્દ્ર સરકારની પાઇપલાઇનમાં હતા, એરપોર્ટ પર સસ્તા સમોસા, રિચાર્જ નિયમો, ગીગ વર્કર્સમાટે કામ – કેન્દ્ર સરકાર તરફથી રાઘવને જણાવાતું હતું કે, આ મુદ્દા ઉઠાવો અને તરત જ તેના પર કામ થશે તોતેમની છબી બનશે. ભાજપ અને કેન્દ્ર સાથે મળીને આ કાવતરું કરવામાં આવી રહ્યું હતું.’