Last Updated on by Sampurna Samachar
યુવકે પિતાના ત્રાસ અને અત્યાચારથી મોત વ્હાલું કર્યું
પપ્પા, મારા મૃતદેહને હાથ ન લગાવતા…! વકીલ દીકરાએ બે પાનાની અંતિમ નોટમાં દર્દ ભરી કહાની લખી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કાનપુરની સરકારી કચેરીના પાંચમા માળેથી યુવા એડવોકેટ પ્રિયાશું શ્રીવાસ્તવે પડતું મૂકીને આપઘાત કર્યો. તે પહેલા યુવા વકીલે સ્યૂસાઈડ નોટમાં મોતનું કારણ લખ્યું છે. જેમાં બાળપણથી જ તેના પિતા દ્વારા તેને કેવી રીતે અપમાનિત કરીને માર મારવામા આવતો તેનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ તેણે બે પાનાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે, પપ્પા, મારા મૃતદેહને હાથ ન લગાવતા…!

કાનપુરની કચેરીમાં પાંચમા માળથી મોતની છલાંગ લગાવનાર યુવા એડવોકેટ પ્રિયાંશું શ્રીવાસ્તવે બે પાનાની સ્યૂસાઈડ નોટ લખી છે, જેમાં તેની ઈચ્છા હતી કે, જે પણ આ સ્યૂસાઈડ નોટ જુએ તેને અંત સુધી વાંચે. પિતા રાજેન્દ્રકુમારની વઢ, કકળાટ અને દીકરાને ર્નિવસ્ત્ર કરીને ઘરમાંથી કાઝવાની ધમકી તેને જિંદગીભર તડપાવતી રહી.
પિતાની પૂછપરછ બાદ આગળની કાર્યવાહી
પિતાથી તે એટલી હદે કંટાળી ગયો હતો કે, લખવું પડ્યું કે, ભગવાન આવા પિતા કોઈને ન આપે. તેણે પોતાની અંતિમ ઈચ્છામાં લખ્યું કે, તેના પિતા તેના મૃતદેહને હાથ પણ ન લગાવે. પપ્પા જીતી ગયા, તેમને જીત મુબારક.
અંદાજે ૨૪ વર્ષની ઉંમરમાં પોતાનો જીવ આપી દેરના પ્રિયાંશુએ વર્ષ ૨૦૨૫ માં જ કાયદાનો અભ્યાસ પૂરો કર્યો હતો. બાળપણમાં છ વર્ષની ઉંમરમાં ચૂપચાપ ફ્રિજમાં મેંગો શેક પી લેતા પિતાએ તેને ર્નિવસ્ત્ર કરીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો. આ કારણે તે શરમ અને અપમાન અનુભવતો હતો. તેમે આગળ લખ્યું કે, અભ્યાસ માટે દબામ, અધૂરી તૈયારી પર મારપીટ કરવી, એ બધુ તો ઠીક હતું, પરંતું દરેક પળ શંકાની નજરથી જાેવું અને એક એક મિનિટનો હિસાહ લેવો, એ પણ માનસિક ટોચર્ચ જ હતું.
પ્રિયાશુંના મોતની તપાસ અંગે ડીસીપી સત્યજીત ગુપ્તાએ કહ્યું કે, પ્રિયાંશુના મોતના મામલામાં બે પાનાના સ્યૂસાઈડ નોટ મળી છે. પહેલી નજરમાં સ્યૂસાઈટ નોટમાં પારિવારિક સમસ્યા હોવાનો ઉલ્લેખ મલ્યો છે. તેણે પોતાના પિતા પર અનેક પ્રકારના આક્ષેપ લગાવ્યા છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. આત્મહત્યાના કારણોની પોલીસ તપાસ કરી રહી છે. પિતાની પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પિતાની પોતાના જ દીકરા પર ટોર્ચર એટલી હદે વધી ગયું હતું કે, તે હવે નફરતમાં પરિણમ્યું હતું. સ્યૂસાઈડ નોટ અનુસાર, પિતા ધોરણ-૯ માં વિષયની પસંદગીને લઈને ઓછા આંકડા આવવા પર ઘરમાથી ર્નિવસ્ત્ર કરીને કાઢી નાંખવાની ધમકી આપતા હતા. તેને ધમકીના ડરથી ના પસંદ હોય તેવા વિષયો લેવા પડ્યા. હાઈસ્કૂલમાં ઓછા માર્કસ આવવા પર તે ઘર છોડીને મથુરા જતો રહ્યો હતો. બાળપણમાં સિક્કા ચોરવાની ભૂલ પર પિતાએ તેને બધાની સામે શરમજનક સ્થિતિમાં બેઈજ્જતી કરી હતી.
તેણે લખયું કે, પિતાને ઘર ખર્ચમાં મદદ કરી શકું, તે માટે ટ્યુશન પણ ભણાવ્યા. ઓનલાઈ વર્ક કરીને પિતાને મોબાઈલ અને બહેનને ફોન તથા સ્કૂટી અપાવી. તે બાદ પણ પિતા શારીરિક રીતે અસક્ષમ હોવાનો આરોપ લગાવતા હતા. તેણે લખ્યું કે, ન તો તેના ખોટા શોક હતા. પિતા પોતાની ઓફિસ અને ઘર ન બનાવી શકવા માટે સંભળાવતા હતા. તેના અંગત જીવનમાં જરૂર કરતા વધારે દખલ આપતા હતા.
સ્યૂસાઈડ નોટમાં તેણે લખ્યું કે, પિતા તેને મહોલ્લામાં સૌની નજર સામે બેઈજ્જત કરતા હતા. આવી સ્થિતિમાં તેની જીવન જીવવાની ઈચ્છા મરી પરવારી હતી. તેના પિતા જીતા ગયા છે તેવો તેણે ઉલ્લેખ કર્યો. તેણે લખ્યું કે, પિતા તમને આ જીત મુબારક હો. એટલા પ્રતિબંધો હતા કે, હવે આ બેઈજ્જતી સાથે જીવવું મુશ્કેલ છે. મારી બહેન અને માતાને સારી રીતે પ્રેમ આપજાે તેવુ તેણે લખ્યું.
તેણે લખ્યું કે, ભગવાન કોઈને આવા પિતા ન આપે. સરકારી કચેરીમાં ગુરુવારે બપોરે સાડા ત્રણ કલાક એડવોકેટનો અભ્યાસ કરતા પ્રિયાંશુ શ્રીવાસ્તવે કોર્ટના ભવનના પાંચમા માળથી છલાંગ લગાવી હતી. તેના બાદ પોલીસ સ્ટાફ ત્યા પહોંચ્યો હતો અને વ્યવસ્થા સંભાળી હતી. પ્રિયાંશુને હોસ્પિટલ લઈ જવાયો હતો, પંરતુ તે મૃત પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાના લગભગ ત્રણ કલાક પહેલા જ વિવાદ બાદ પ્રિયાંશુએ બે પાનાની સ્યૂસાઈટ નોટ લખીને પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મૂકી હતી.
કચેરીમાં પ્રિયાંશુના મોત બાદ અફરાતરફી મચી ગઈ હતી. પ્રિયાશુંએ કાયદાની ડિગ્રી લીધી હતી, અને તેના બાદ તે પિતા રાજેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ સાથે બેસીને વકીલાતની પ્રેક્ટિસ કરતો હતો. પાંચમી માળથી જ્યાંથી પ્રિયાંશુ નીચે પડ્યો હતો, ત્યાં લગભગ કોઈની આવન-જાવન હોતી નથી. આસપાસ કચરાનો સામાન પડ્યો રહેતો હતો. ત્યા આવનજાવનનો રસ્તો પણ બંધ હતો. ઉંચેથી નીચે પડ્યા બાદ પ્રિયાંશુનું માથુ ફાટી ગયુ હતુ, માંસના લોચા બહાર આવી ગયા હતા. ચારે તરફ પરિસરમાં લોહી વિખેરાયેલુ હતું. આ જાેઈ ત્યા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.