અકસ્માતમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલા ટેમ્પાએ ત્રણથી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા.જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના પગલે મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ વડોદરાના ધનિયાવી ખાતે રહેતા લોકો ભરૂચના કતોપોર બજારમાં ખરીદી માટે આવ્યા હતા.આ સમયે રાત્રીના તેઓ ત્યાં ચાલતા ચાલતા ફરી રહ્યા હતા.તે સમયે ભરૂચના આમોદ ખાતે રહેતા આઈસર ટેમ્પો ચાલક ઇમરાન ઈકબાલ પટેલ ટેમ્પોમાં લાકડા ભરીને કતોપોર બજાર તરફ જઈ રહ્યો હતો.આ સમયે તેણે પોતાના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેમ્પો પુર ઝડપે હંકારી લાવી માર્ગ પર ચાલતી એક મહિલા ફરજના ઉસ્માન યાકુબ કારભારીને અડફેટેમાં તે ટેમ્પોના નીચે આવી હતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જ્યારે ટેમ્પો ચાલકે બીજા ત્રણ જેટલા વાહનોને પણ અડફેટમાં લેતા વાહન ચાલકોને નુકશાન પહોચ્યું હતું.જ્યારે ફરજનાને એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.આ મામલે બી ડીવીઝન પોલીસે ટેમ્પો ચાલકની પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.