Last Updated on by Sampurna Samachar
વિવિધ કેટેગરીમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી છે.
ગોલ્ડ મેડલ જીતી પ્રતિષ્ઠિત રોટેટિંગ ટ્રોફી કબજે કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર ખાતે યોજાયેલી ૪૫મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સાવલી તાલુકા રાઇફલ એસોસિએશનના શૂટર્સનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. વિવિધ કેટેગરીમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવીખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી છે.

ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ઇશિત દોશીએ એન.આર. મેન્સ ઓપન કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવીગુજરાતની સૌથી જૂની રોટેટિંગ ટ્રોફી પોતાના નામે કરી હતી. ઉદય અમીને એન.આર. માસ્ટર મેન્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરી હતી. આર્યન સિંહે આઈ.એસ.એસ.એફ( ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સફેડરેશન) જુનિયર મેન્સ તેમજ આઈ.એસ.એસ.એફ મેન્સ ઓપન બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી પ્રતિષ્ઠિત રોટેટિંગ ટ્રોફી કબજે કરી હતી.
યશાયા કોન્ટ્રાક્ટરે આઈ.એસ.એસ.એફ જુનિયર વિમેન તથા વિમેન ઓપન કેટેગરીમાં ડબલ ગોલ્ડ મેડલમેળવ્યા હતા. ઉપરાંત ડબલ ટ્રેપ સ્પર્ધામાં પણ યશાયા કોન્ટ્રાક્ટરે વધુ બે ગોલ્ડ મેડલ જીતી શ્રેષ્ઠ પ્રદર્શનનોંધાવ્યું હતું.કશ્યપ ઝાલાએ એન.આર. માસ્ટર મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જ્યારે સ્કીટશૂટિંગમાં જતીન પટેલે એન.આર. સિનિયર માસ્ટર કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવીહતી.
આ સ્પર્ધા દરમિયાન ચીફ રેન્જ ઓફિસર તરીકે સેવા આપનાર મેહુલ પટેલને તેમના નોંધપાત્ર યોગદાન બદલસન્માનિત કરાયા હતા