હીરાવાડીમાં જોવા મળ્યો હતો અસામાજિક તત્વોનો આતંક
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠે તેવી ઘટના ફરી એક વાર બની છે. ઈસનપુરમાં જાહેર રસ્તા પર ૨ જૂથ વચ્ચે અથડામણ થયુ હતુ. નારોલ નજીકના રાધે કિશન બિઝનેસ પાર્ક પાસેનો આ વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બાતમી મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ અસામાજીક તત્ત્વો પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા. પોલીસ લુખ્ખા તત્વોને પકડી ન શક્તા પણ સવાલો ઉઠ્યો છે. બીજી તરફ આ અગાઉ અમદાવાદના હીરાવાડી વિસ્તાર ખાતે આવેલી રાધે એપાર્ટમેન્ટની પાસે પાર્ક કરેલી પાંચ જેટલી પેસેન્જ અને લોડિંગ રીક્ષામાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ચાર દિવસથી સતત આવી ઘટના બનતી હોવાથી સ્થાનિકો પરેશાન છે. સ્થાનિકોનો પોલીસ પર નિષ્ક્રિયતાનો આરોપ છે. દારૂના નશામાં અસામાજીક તત્વો તોડફોડ કરે છે. લોકોને હેરાન કરે છે. પોલીસ ફરિયાદ છતાં પણ પરિણામ શુન્ય હોવાનો સ્થાનિકોનો બળાપો છે.