Last Updated on by Sampurna Samachar
અત્યાર સુધીમાં કુલ ૩૩૨ ભારતીય નાગરિકોને લવાયા
લાખો ભારતીયો હજુ પણ અમેરિકામાં ગેરકાયદે રહે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા અને ભારત પહોંચેલા ભારતીય નાગરિકોને લઈને પંજાબ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. અમૃતસર પ્રશાસને આ મામલે ટ્રાવેલ એજન્ટો સામે મોટી કાર્યવાહી કરી છે. અમૃતસરના ૪૦ જેટલા ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, અમેરિકાથી પનામા મોકલવામાં આવેલા ૧૨ ભારતીય નાગરિકોને લઈને એક ફ્લાઇટ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પહોંચી હતી. પનામાથી પરત લાવવામાં આવેલા ભારતીયોનો આ પહેલું ગ્રૂપ હતું.
ટ્રમ્પની ગેરકાયદે રહેતા વિદેશીઓ સામે કાર્યવાહી
અગાઉ અમેરિકાએ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લગભગ ૩૩૨ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે.
થોડા દિવસો પહેલા અમેરિકાએ ત્રણ વિમાનો દ્વારા ઘણાં ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશમાં પાછા લાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૩૩૨ ભારતીય નાગરિકોને અમેરિકાથી દેશનિકાલ કરીને ભારત મોકલવામાં આવ્યા છે. લાખો ભારતીયો હજુ પણ અમેરિકામાં ગેરકાયદે રીતે રહે છે, અને આ દેશનિકાલ ઝુંબેશ આગામી મહિનાઓમાં ચાલુ રહી શકે છે.