વર્ષ 2025 માં સરકાર બજેટમાં પોલિસીને લઈ મોટી જાહેરાત કરી શકે છે

Share this Article:

સરકારે ૨૦૪૭ સુધી યુનિવર્સલ ઈન્શ્યોરન્સ કવરેજનો ટાર્ગેટ નક્કી કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

દરેક વ્યક્તિ પાસે લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી અને હેલ્થ પોલિસી હશે. સરકારે તે માટે મજબૂત પ્લાન બનાવ્યો છે. જાહેરાત યુનિયન બજેટ ૨૦૨૫માં થઈ શકે છે. હકીકતમાં સરકારે ૨૦૪૭ સુધી યુનિવર્સલ ઈન્શ્યોરન્સ કવરેજનો ટાર્ગેટ નક્કી કર્યો છે. તેનો મતલબ છે કે સરકારનો પ્રયાસ દરેક વ્યક્તિને હેલ્થ પોલિસી અને લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ કરાવવાનો છે. સરકારે તે માટે ૨૦૪૭ સુધીનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટનું કહેવું છે કે આ ટાર્ગેટ ગાસિલ કરવા માટે મોટા રિફોર્મ્સ કરવા પડશે.

PB ફિનટેકના પ્રમુખ રાજીવ ગુપ્તાએ કહ્યું કે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના યુનિયન બજેટમાં નાણામંત્રી મોટા રિફોર્મ્સની જાહેરાત કરી શકે છે. તેમણે કહ્યું- આ યુનિયન બજેટ ફાઈનાન્શિયલી સિક્યોર્ડ અને ઈન્શ્યોર્ડ ઈન્ડિયા બનાવવાની દ્રષ્ટિએ ખુબ મહત્વનું હોઈ શકે છે. તેમણે કહ્યું કે ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન ૮૦સીની લિમિટ ૧.૫ લાખ રૂપિયા છે. આ લિમિટ આશરે ૧૦ વર્ષથી વધી નથી. બદલાતા સમય પ્રમાણે આ લિમિટ ખુબ ઓછી પડી રહી છે. તેને તત્કાલ વધારવાની જરૂર છે.

ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે સેક્શન ૮૦ C ન માત્ર ટેક્સપેયર્સના ટેક્સનો ભાર હળવો કરવામાં મદદરૂપ છે પરંતુ તે લોકોને લાંગાબાળાના સેવિંગ્સ અને ઈન્વેસ્ટમેન્ટ માટે પણ પ્રોત્સાહિત કરે છે. સેક્શન ૮૦સી હેઠળ ઘણા એવા ઈન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ વિકલ્પ આવે છે, જેમાં નિયમિત રૂપથી રોકાણ કરી લાંબાગાળે મોટું ફંડ તૈયાર કરી શકાય છે. PPF અને ELSS તેના ઉદાહરણ છે. બંને ઈન્વેસ્ટમેન્ટના બેસ્ટ ઓપ્શનમાં સામેલ છે.

ગુપ્તાએ જણાવ્યું કે સરકાર ટર્મ ઈન્શ્યોરન્સ માટે એક અલગ ટેક્સ એક્ઝેમ્પ્શન કેટેગરીની જાહેરાત કરી શકે છે. તેનાથી લોકો લાઇફ ઈન્શ્યોરન્સ ખરીદવા તરફ આકર્ષિત થશે. તેનાથી પરિવારની આર્થિક સુરક્ષાની ખાતરી કરવામાં મદદ મળશે. પરંતુ સરકારને રેવેન્યુમાં થોડું નુકસાન થશે. પરંતુ તેનાથી પરિવારોની આર્થિક સુરક્ષા વધશે. તેનાથી વેલફેર સ્કીમ પર ર્નિભરતા ઘટશે. જેથી સરકારને લાંબાગાળે પોતાની રાજકીય ખાધ ઘટાડવામાં મદદ મળશે.

તેમણે હેલ્થ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર ડિડક્શનની લિમિટ વધારવાની સલાહ સરકારને આપી છે. અત્યારે ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન ૮૦ડી હેઠળ ૬૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને પ્રીમિયમમાં ૨૫૦૦૦ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે.  ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ૫૦,૦૦૦ રૂપિયાનું ડિડક્શન મળે છે. ગુપ્તાનું કહેવું છે કે સરકારે આ લિમિટ વધારવી જોઈએ. ૬૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ડિડક્શનની લિમિટ ૫૦,૦૦૦ રૂપિયા હોવી જોઈએ. ૬૦ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ડિડક્શનની લિમિટ ૧ લાખ રૂપિયા હોવી જોઈએ.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.