Last Updated on by Sampurna Samachar
પતિએ મહિલાને રંગેહાથ પકડવા બનાવ્યો હતો પ્લાન
પોલીસે પિડીત પતિની ફરિયાદ આધારે તપાસ આદરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશના બાગપત તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમીને મળવા હોટલમાં આવેલી એક મહિલાએ ૧૦ ફુટ ઊંચી છત પરથી છલાંગ લગાવી દીધી છે. મહિલા છત પરથી કૂદતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને હાલમાં પોલીસ આ મામલે તપાસમાં લાગી ગઈ છે.
આ સમગ્ર મામલો બાગપત તાલુકાના છપરૌલી વિસ્તારનો છે. જ્યાં કકોરી કલા ગામના રહેવાસી એક યુવકના લગ્ન તુગાના ગામની યુવતી સાથે થયા હતા. ૨૦૧૯માં રીતિ રિવાજ સાથે બંનેના લગ્ન થયા અને બંનેને એક દીકરો પણ થયો. હવે થોડા સમયથી બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને ઘણી વાર આ વાત મારપીટ સુધી પણ પહોંચી ચુકી છે. પોલીસે ફરિયાદ બાદ બંને પક્ષોના વિવાદના કારણે કાઉંસલિંગ પણ કરાવી રહી છે.
પત્ની અને સાસરિયાવાળા હત્યા કરાવી શકે
કાઉંસલિંગ માટે પહોંચેલી વિવાહિત મહિલા જ્યારે પાછી પોતાના ઘરે પરત ફરી રહી હતી, તેણે પોતાના પ્રેમીને બોલાવી લીધો અને બડૌતની એક હોટલમાં રુમ બુક કરી ત્યાં પહોંચી ગઈ. તેની જાણ મહિલાના પતિને થઈ ગઈ તો મહિલાના પતિએ પોતાના સાસરિયાવાળાને ઘટનાસ્થળે બોલાવી લીધા અને પોતાની પત્નીને રંગેહાથ પકડવાનો પ્લાન બનાવ્યો. તેની જાણ થતાં જ મહિલા હોટલની પાછળના રુમની બારીમાંથી ૧૦ ફુટ ઊંચેથી કૂદકો મારી દીધો.
તે જ સમયે તેના પતિએ તેનો વીડિયો બનાવી લીધો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કેવી રીતે મહિલા કૂદીને ભાગતી દેખાઈ રહી છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મહિલાના પતિએ ખુદના જીવને ખતરો હોવાનું કહ્યું છે. તેનો આરોપ છે કે, તેની પત્ની લગ્ન પહેલાથી કેટલાય લોકો સાથે આડા સંબંધો ધરાવે છે અને હવે પ્રેમીને લઈને હોટલમાં પહોંચી છે. મહિલાના પતિનું કહેવું છે કે, તેના શંકા છે કે, તેની પત્ની અને તેના સાસરિયાવાળા તેની હત્યા કરાવી શકે છે. હાલમાં પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મહિલાના પ્રેમીની ધરપકડ કરી છે અને પીડિત મહિલાના પતિની ફરિયાદના આધાર પર પોલીસે મામલામાં તપાસ કરી રહી છે.