Last Updated on by Sampurna Samachar
Contents
વાવાઝોડામાં અનેક લોકોને પહોંચી ઇજા તો થયા અનેક ઘાયલ
આફતમાં ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ ફરી તોફાન મચાવ્યું છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના ગાયઘાટ વિસ્તારમાં અચાનક આવેલા વાવાઝોડાના કારણે મસમોટું નુકસાન થયાની માહિતી મળી છે. ભારે પવન અને કરા પડવાના કારણે ૩૫ કાચા મકાનો ધરાશાઈ થયા છે, જેમાં અનેક લોકોને ઈજા થઈ છે. આ આફતમાં ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે.
સ્થાનિકોએ કહ્યું કે, ‘વાવાઝોડું એટલું ઝડપી અને ભયંકર હતું કે, અમને બચવાનો પણ સમય ન મળ્યો. થોડી જ મિનિટોમાં અનેક ઘરોની છત ઉડી ગઈ, દિવાલો તૂટી ગઈ અને ખેતરોનો પાક નાશ પામ્યો. આ વાવાઝોડાએ બધું જ નષ્ટ કરી નાખ્યું. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક સંપૂર્ણ નાશ પામ્યો. અમારા કેટલાક પશુઓ પણ વાવાઝોડાની ઝપેટમાં આવતા મૃત્યુ પામ્યા.’